________________
અધ્યાય અઢારમો
૫૮૫
છે. એના દિલને કોઈ ખૂણે દર્દીને પીડા કરવાનો સંકલ્પ નથી. દર્દીની પીડા મટે તો સારું એવી એની ભાવના છે. એટલે ત્યાં હિંસા વસ્તુતઃ હિંસા ન હોઈ તે પીડાજન્ય હિંસાનું પાપ હકીમને બાંધતું નથી. તે જ રીતે જ્ઞાની, કોઈ સત્યલક્ષી ક્રિયા કરે અને તેમાં લોકો દુભાય તો તેવી હિંસા તે જ્ઞાનીને બંધનકર થતી નથી. આટલું કહ્યા પછી પણ જે પૂરો જ્ઞાની છે તેની તો સ્થૂળ ક્રિયા પણ અહિંસાથી જ છણાયેલી અહિંસક હોય છે, તો તે સૂક્ષ્મ અહિંસક તો હોય જ એમાં શી નવાઈ છે? અર્જુન સામાન્ય જ્ઞાની હતો, એટલે એને યુદ્ધજન્ય સ્થૂળ હિંસામાં પણ પ્રત્યક્ષ નિમિત્ત (લોકની આંખે ચડે તેવું નિમિત્ત) બનવું પડ્યું. બાકી આત્મલક્ષ રાખી, લોકહિતાર્થે કામ કરનાર જ્ઞાનીના સંબંધમાં કોઈ વાર હકીમનું દષ્ટાંત ઘટી શકે. પણ તે કિસ્સો લોકનિંદ્ય છે જ નહિ. એ જ રીતે તળાવનો કિસ્સો પણ લોકનિંદ્ય નથી. તે અનાસકિતવાળા પૂર્ણ જ્ઞાનીને પણ લાગુ પડે છે.
ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मनोदना । कारणं कर्म कर्तेति विविधः कर्मसंग्रहः ||१८|| જ્ઞાન, ય અને જ્ઞાતા, કર્મને પ્રેરતાં ત્રણે;
કારણ, કર્મ ને કર્તા, કર્મને સંગ્રહે ત્રણે. ૧૮ (હે અર્જુન !) કર્મની પ્રેરણા ત્રણ પ્રકારની છેઃ (૧) જ્ઞાન, (૨) શેય, અને (૩) પરિજ્ઞાતા. (તેમજ) (૧) કારણ, (૨) કર્મ, અને (૩) કર્તા એ પ્રમાણે કર્મનો સંગ્રહ ત્રણ જાતનો છે.
નોંધ : કોઈ પણ કાર્ય થતાં પહેલાં વશેષિકો એમ કહે છે કે ફલેચ્છા ફલજ્ઞાન, ઉપાયેચ્છા, ઉપાયજ્ઞાન એ પ્રવૃત્તિનાં કારણ છે. અને ઈષ્ટમાં પ્રવૃત્તિ થાય છે અને અનિષ્ટોથી નિવૃત્તિ થાય છે એના કારણમાં તેઓ કહે છે કે (૧) હું સાધી શકીશ? (૨) મારી ઈષ્ટ સિદ્ધિ એ પ્રવૃત્તિથી થશે. અને (૩) મારું એથી બલવતુ અનિષ્ટથી નહિ થાય. બસ, આ ત્રણ પ્રકારના વિચારને અંતે ઈષ્ટ પ્રવૃત્તિ થાય છે. જો કે ઈષ્ટ કોને કહેવું અને અનિષ્ટ કોને કહેવું? એ જ મુખ્યત્વે તો ચર્ચાનો વિષય છે. છતાં એટલું તો ખરું જ કે વિચારમાં ખરી રીતે આવ્યા પછી આચારમાં શીધ્ર આવે છે. એમ ઘણા પ્રસંગો આપણા જીવનમાંથી તારવી શકાય છે. જે જાણી શકાય અથવા જે જાણવા યોગ્ય હોય તે શેય કહેવાય. અગાઉ તો આત્માને જ ય જ્ઞાતા તરીકે ગુરુદેવ ઓળખાવી ગયા છે. શુદ્ધ આત્માની ઓળખાણ કરાવે તેવા સદ્દગુણો તે જ્ઞાન, એમ પણ કહી ગયા છે. જો એ શેય, જ્ઞાતા અને જ્ઞાન મોહગ્રસ્ત હોય તો તે