________________
અધ્યાય અગીયારમો
૪૩૩
જેમ એક જ નટ નાટયભૂમિ પર જુદા જુદા વેશે જુદી જુદી ભૂમિકા ભજવે છે, તેમ અહીં શ્રીકૃષ્ણ પાત્ર જુદી જુદી વ્યાસપીઠ પર જુદી જુદી ભૂમિકા ભજવે છે.
તેઓ જ્યાં પરમબ્રહ્મરૂપે આવે છે, ત્યાં હું કશું કરતો નથી તેમ બોલે છે, અને તે યથાર્થ છે.
તેઓ જ્યાં જ્ઞાની મહાત્મારૂપે આવે છે, ત્યાં, "હું આંખનું મટકું માર્યા વગર સત્રવૃત્તિ આચરું છું” એમ કહી જગતત્કર્તાનો આરોપ પોતા પર કરી હું નિર્લેપ રહી વિશ્વતંત્ર ચલાવું છું,” એમ ભાખે છે, તે પણ યથાર્થ છે. કારણ કે જ્ઞાની મહાત્માઓ જ નિર્લેપતાથી આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણ સાધે છે.
તેઓ જ્યાં ગુરુ તરીકે આવે છે, ત્યાં મારે શરણે સઘળું સમર્પ દે” એમ બોલી દિલાસાનો ખજાનો બક્ષી જાય છે, તે પણ યથાર્થ છે.
તેઓ જ્યાં દિવ્યરૂપે આવે છે, ત્યાં હું સર્વમાં પ્રકાશ છું” એમ કહે છે તે પણ યથાર્થ છે.
એ જ રીતે અહીં કાલને વેશે આવે છે. એટલે એવી વાતો કરે છે, તે પણ યથાર્થ છે. આ બધા પાછળનું મૂળ ધ્યેય તો સહુ સમજી જ જશે. સાધકને તો એટલું જ લેવાનું કે જ્યાં સત્વ અને દયાનો ઝઘડો થાય ત્યાં સત્યને તે પ્રથમ પસંદ કરે, પછી એ સત્ય ગમે તેવું સાદું અને નાનું હોય તોય એ જ કીર્તિદાતા, પુણ્યગ્રાહી અને જયદાતા બનવાનું. હવે અર્જુનને પણ અત્યારલગી પોતાને જે વૈરાગ્ય લાગતો હતો, તે વૈરાગ્ય નહોતો પણ મોહ જ હતો; અને સામે ભય પણ હતો, કે પોતે આ મોટા સૈન્યને જીતશે કે નહિ? અને પોતે આ યુદ્ધમાં મરી જશે કે જીવશે? એ પણ નિશ્ચય ન હોવાથી રખે હું મરી જઉં, રખે તે જીતેએવી પણ બીક છુપાયેલી હતી, તે પણ સારી રીતે સમજાઈ ગઈ, અહીં ધૃષ્ણરાષ્ટ્રને ઉદ્દેશીને સંજય કહે છે:
संजय उवाच । एतच्छुत्वा वचनं केशवस्य
कृताअलिर्वेपमानः किरीटी । नमस्कृत्वा भूय एवाह कृष्णं
सगद्गदं मीतभीतः प्रणम्य || ३५ ।।
સંજય બોલ્યા : - એવી સૂણી કેશવ કેરી વાણી, બે હાથ જોડી ધ્રુજતો કિરીટી; કરી નમસ્કાર ફરી શ્રીકૃષ્ણને બીતાં બીતો ગગદ વેણ બોલે. ૩૫