________________
૪૩૨
ગીતા દર્શન
પૂર્વે હણી મેં સહુનેય નાખ્યા,
થા સવ્યસાચિન્ ! તે નિમિત્ત માત્ર. (૩) જયદ્રથ, દ્રોણ જ, કર્ણ, ભીખ,
બીજા હયા ઍ વળી વીર યોદ્ધા; માટે હણેલા હણ, શોચ મા તું,
રણે લડી જીતીશ શત્રુઓને. (૩૪) (અરે પાર્થ! ભૂલ્યો કે ભાઈ ! ઠીક ચાલ, કંઈ નહિ, જો, તને ખરેખરી સમજ પા, અત્યારે જેને વિશ્વનું સંહારક સ્વરૂપ કહેવામાં આવે છે તે) હું વધેલો એવો, જગનાશક કાલસ્વરૂપ બન્યો છું. અને આ યુદ્ધમાં સૌનો નાશ કરવા માટે પ્રવૃત્ત થયો છું. તું નહિ લડે તો પણ આ બેય સૈન્યમાંના (તે હમણાં મારા મુખમાં જોયા તે પૈકીના) જે યોદ્ધા જોયા તે તારા લડયા વિના પણ કોઈ રહેવાના નથી.
(આ ભાવિકાળનું દર્શન થયા પછી તને વ્યથા રહેશે કે ?) માટે ઊઠ, અને કીર્તિ પામ. (કીર્તિનો ફાળો માત્ર તારે ખાતે જાય છે. બાકી તો) પૂર્વે મેં સૌને હણી જ નાખ્યા છે.
હે સવ્યસાચિમ્ (ડાબા હાથે બાણ ચડાવનાર બાણાવળી અર્જુન !) તું નિમિત્ત માત્ર થા, અને શત્રુને જીતી સમૃદ્ધ એવું રાજ્ય ભોગવ.
(દ્રોણ, કર્ણ અને ભીષ્મને જોઈને તું કહે છે કે હું એ ગુરુ અને વડીલોની સામે શી રીતે રણમાં લડું? પણ ભાઈ ! તું રણમાં ચડ કે ન ચડ તોય એની તો જે દશા થવાની, તે તે જોઈ લીધી છે. અરે અર્જુન ! તું રણથી ભાગી જાય તોય તારું ભાગવું ટકે તેમ હતું જ નહિ, અને આ બધું બનવાનું જ હતું, માટે તને હું કહું છું.) દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને બીજા યોદ્ધાઓને મેં (કર્મકાનૂન) હણી નાખ્યા છે. તેમને હણેલાને તું હણ, (એવું બનશે, એટલે એ પાપ તને ચોંટે તેમ નથી. કારણ કે તારે પક્ષે સિદ્ધાંત છે. માટે) વ્યથા ન કર. લડ, શત્રુઓને રણમાં તું જીતીશ જ.
નોંધ : અગાઉ આપણે અનેક વાર કહી ગયા છીએ કે હણ' એ પ્રયોગ શ્રીકૃષ્ણ મહાત્માએ વ્યકિત પરત્વે વાપર્યો નથી. અહીં એ છે, છતાં આપણી વાતનું જ સમર્થન કરે તેવા રૂપમાં છે. અહીંના શ્રીકૃષ્ણ એ કર્મકાનૂન અગર કાળ સ્વરૂપ છે એટલે કાળના મોંમાં તું હણ” એ શબ્દ અજુગતો નથી. કર્મકાનૂન પોતે લાકડી લેતો નથી, પણ કોઈને નિમિત્ત બનાવે છે. તેમ અહીં શ્રીકૃષ્ણરૂપી કર્મકાનૂન અર્જુનને નિમિત્ત બનાવે છે.