________________
૬૭૬
ગીતા દર્શન
કરી વ્યાપક યજ્ઞનું પ્રતિપાદન અને અન્ન, ઘી હોમેલાં યજ્ઞ કરતાં ઈન્દ્રિયહોમાદિ યજ્ઞ સારા અને સૌ કરતાં જ્ઞાનયજ્ઞ સારો. (૨૫ થી ૩૩). તેવું જ્ઞાન શ્રદ્ધા, જિજ્ઞાસુભાવની સત્ય ચર્યા, નમ્રતા અને સેવાથી મળે (૩૪) જ્ઞાન પાપીને તારે છે એવો જ્ઞાનનો મહિમા (૩૫ થી ૩૮). સંયમ દષ્ટિ અને શ્રદ્ધાનું ફળ જ્ઞાન, અને જ્ઞાનનું ફળ શાંતિ (૩૯). અશ્રદ્ધાળુ અજ્ઞાનીનો આત્મા સંશયશીલ હોવાથી, ભવોભવની અશાંતિ (૪૦) આત્મવંતને કર્મ ન બાંધે માટે જ્ઞાનશસ્ત્રથી સંશય છેદી ઊઠ; યુદ્ધ માટે ઊભો થા. એવી અર્જુનને પ્રેરણા (૪૧-૪૨).
કર્મયોગ અને કર્મસંન્યાસરૂપજ્ઞાન બન્નેનો પોતપોતાને સ્થાને મહિમા ગવાવાથી, અર્જુનને એ માર્ગ વિષે શંકા થઈ, એના સમાધાન માટે શું કરવું. શું ન કરવું? કયાં કયું તજવું, કયું ન તજવું એમ વિવેક દર્શાવતો પાંચમો અધ્યાય કહેવાય છે. આ અધ્યાયનું નામ સન્યાસયોગ છે. કિંતુ તે કર્મનો સંન્યાસ નહિ, પણ કર્મની આસક્તિનો સંન્યાસ !
કર્મસંન્યાસ યોગ (૫) કર્મસંન્યાસ કે કર્મયોગ બેમાંથી કયો શ્રેયકારી તે નક્કી કહો એવો અર્જુનનો સવાલ (૧). બન્ને સારા પણ તારા જેવા માટે કર્મયોગનો માર્ગ સારો. વસ્તુતઃ એ બન્ને વચ્ચે ફેર નથી અને બન્નેનું ધ્યેય એક છે. એક બીજાના પાયામાં બન્ને રહેલા છે તેનું પ્રતિપાદન (૨ થી ૬). બ્રહ્મસમર્પણ કરીને પણ કર્મયોગીએ, આત્મશુદ્ધિ અર્થે પણ કર્મ કરવાં જોઈએ. મનનો સંન્યાસ કરવો, કાયાનો જ માત્ર નહિ, તેથી સુખ (૭-૧૩). પ્રભુ જગતકર્તા કે ન્યાયાધીશ છે જ નહિ, સ્વભાવે સૌ પ્રવર્તે છે. તેમ પાપ પુણ્યને પણ તે લેતા દેતા નથી. અજ્ઞાનથી પ્રાણી આપોઆપ મૂંઝાય છે, તેથી જ સંસાર છે (૧૪-૧૫). માટે સમત્વના પાયા ઉપર ચણાયેલું જ્ઞાન એ જ સંસાર-તારણનો ઉપાય છે (૧૬-૧૭). સમતા એ જ બ્રહ્મ, સમતાધારી પુરષ જ જ્ઞાની ગણાય. એવા જ્ઞાનીનાં લક્ષણો (૧૮ થી ૨૨). શરીરમાં બેઠેલો યોગીનો આત્મા કામક્રોધના વેગને અહીં જ જિતે, તેવા યોગીને સુખ, આરામ અને જ્ઞાન અહીં પણ અને ત્યાં પણ (૨૩-૨૪). ત્રાષિ, યતિમુનિ સૌનો કામ ક્રોધની જિતથી મોક્ષ. (૨૫ થી ૨૬). યજ્ઞતાનો ભોકતા, સૌ લોકનો મહેશ્વર અને સર્વભૂતોનો મિત્ર હું રૂપ આત્મા એવું વર્ણન (૨૯).