________________
અધ્યાય સોળમો
૫૨૩
અહીં યજ્ઞનો અર્થ ત્રીજા અધ્યાયમાં આવેલા અર્થ તરીકે જ લેવો યોગ્ય છે. અહી' ગુણ ઉચ્ચ કોટિનો છે, એ વિષે કોઈનેય શંકા ન હોય. ખાનદાન મનુષ્યોમાં કુદરતી શરમ હોય છે તેનું જ નામ હી. પરંતુ કોઈની મનની નબળાઈવાળી ખોટી શરમને આ બ્રી' ગુણ રખે કોઈ માની બેસે!
બધા ગુણોની ટિપ્પણમાં વિચારણા થઈ ગઈ છે. એટલે અહીં એ વિષે વધુ કહેવાની જરૂર નથી.
दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च । अज्ञानं चामिजातस्य पार्थ संपदमासुरीम् ||४|| અજ્ઞાન, દંભ ને દર્પ, માન, ક્રોધ, કઠોરતા; હોય છે પાર્થ ! આસુરી સંપત્તિ પામનારમાં. ૪ (હે પ્રથાના પુત્ર) પાર્થ ! ડોળ, મદ, અભિમાન, ક્રોધ, કઠોરપણું અને અજ્ઞાન; આ (મુખ્ય છ દુર્ગણો)* આસુરી સંપત્તિ પામનારમાં હોય છે.
નોંધ : જૈનસૂત્રોમાં મહામિથ્યાત્વીનાં જે લક્ષણો આપેલાં છે, તે લક્ષણોનો આમાં સાર આવી જાય છે. અભવ્યપણું અથવા મોક્ષપ્રાપ્તિમાં મહાઅંતરાયરૂપ સ્થિતિ વિષે આ દુર્ગણો જ હોય છે, એમ જૈન આગમો કહે છે.
ક્રોધ, માન, માયા, અને લોભરૂપી ચાર અનંતાનુબંધી કષાય અને ક્રૂરતા તથા સર્વ સંસારના મૂળરૂપ અજ્ઞાન આ આસુરી સંપત્તિનાં લક્ષણોમાં મુખ્ય ભાગ ભજવે છે. આટલું જાણ્યા પછી આસુરી સંપત્તિ પામેલાને પ્રભુપ્રાપ્તિ ન થાય એ અભિપ્રાય વિષે હવે શંકા નહિ જ રહે ! અર્જુનની એ શંકા ગયા પછી હવે ગીતાકાર શ્રીકૃષ્ણમુખે કહેવડાવે છે.
दैवी सम्पद् विमोक्षाय निबन्धायासुरी मता । मा शुचः सम्पदं दैवीमभिजातोऽसि पाण्डव ||५|| દૈવી સંપત્તિ મોક્ષાર્થે, બંધાર્થે આસુરી કહી; તું દૈવી સંપદા પામ્યો, પાંડવ ! શોચ ના કર. ૫ હે (સરળ એવા પાંડુરાજાના પુત્ર) પાંડવ ! દૈવી સંપદા મોક્ષને દેનારી છે અને આસુરી સંપદા બંધનને દેનારી છે. પરંતુ તું દૈવી સંપદા પામ્યો છે. માટે તું
શોક ન કર.
AS) ઢૉગ, (૨) મદ-બડાઈ, આંધળી ઉદ્ધતાઈ, (૩) અભિમાન, (૪) ક્રોધ, (૫) વાણી, વર્તન અને પારમાં કઠોરપણું, અને (૬) અજ્ઞાનિ.