________________
૫૨૪
ગીતા દર્શન નોધ : આમાં પાંડવને દિલાસો અને ઉત્સાહ અપાયા છે, એ યથાર્થ જ છે. ખરે જ દૈવી સંપત્તિનાં જે લક્ષણો બતાવ્યાં, તેવી દશા હવે તો અર્જુનની જરૂર હતી, એમ ગીતાવલણથી દેખાય છે. ગુરુદેવ આખા સંસારી જીવોનો આ બે કોટિમાં સમાવેશ કરતાં હવે કહે છે :
द्वौ भूतस! लोकेऽस्मिन् दैव आसुर एव च |
दैवी विस्तरशः प्रोक्त आसुरं पार्थ मे श्रृणु ||६|| દૈવી ને આસુરી એવી, આ લોકે ભૂતસૃષ્ટિ બે,
કહી વિસ્તારથી દૈવી, પાર્થ! સાંભળ આસુરી. ૬ (હે પૃથાપુત્ર પાર્થ !) આ લોકમાં બે પ્રકારની જ ભૂતસૃષ્ટિ છે : (૧) દૈવી સૃષ્ટિ, (૨) આસુરી સૃષ્ટિ. દૈવી સૃષ્ટિ વિષે તો મેં (અગાઉ અને હમણાં) વિસ્તારપૂર્વક કહ્યું. (હવે, હે પાર્થ ! આસુરી (સૃષ્ટિ)ને સાંભળ.
નોંધ : દેવો અને અસુરોની લડાઈનું વૈદિક ગ્રંથોમાં જે વર્ણન આવે છે, તે સદ્દગુણ અને દુર્ગુણનું યુદ્ધ છે અને વ્યકિતઓનાં નામો એ તો રૂપક છે, એમ પણ સત્યાર્થી આ પરથી તારવી શકશે.
જરથુષ્ટ મહાત્માના સાહિત્યમાં અસુર” શબ્દ ઉત્તમ અર્થમાં અને “સુર” શબ્દ હલકા અર્થમાં છે; અને વૈદિક પ્રાચીન સાહિત્યમાં “સુર” શબ્દ ઉત્તમ અર્થમાં છે અને અસુર” શબ્દ હલકા અર્થમાં છે. આટલું પ્રાસંગિક અહીં યાદ રાખવા જેવું છે.
ઈસ્લામમાં ઈમાનદાર અને કાફર એવી બે કોટિ છે, તે આ જ જાતની છે. ખ્રિસ્તી અને યહૂદી સાહિત્યમાં પણ આસ્તિક-નાસ્તિક એમ બે પ્રકારની ભૂતસૃષ્ટિ છે જ.
પરંતુ ગીતાકાર તો જૈનસૂત્રો પ્રમાણે સદ્ગુણ-દુર્ગુણ પર જ આસ્તિકતાનાસ્તિકતાનો કયાસ કરે છે. અનેકાંતવાદની એ જ ખૂબી છે. એનકાંતવાદીને પોતાની સાંપ્રદાયિકતાનો દુરાગ્રહ હોતો જ નથી. જ્યાં એ દુરાગ્રહ આવ્યો ત્યાં સાચા ધર્મનો આત્મા હણાય છે, અને ધર્મના નામ પર અત્યાચાર, દુરાચાર, વટાળવૃત્તિ, પાખંડ, આદિ મહા ભયંકર દુર્ગણોના અખાડા જામે છે. એવા લોકો પોતાને આસ્તિક ભલેને માનતા હોય, પણ શ્રીકૃષ્ણગુરુદેવ તો એમની ઝાટકણી