________________
અધ્યાય સાતમો
પ્રકૃતિઓ તરીકે હું તને ઓળખાવું છું. એમાંની એક અપરા પ્રકૃતિ છે કે જેનો સંબંધ બહારનાં તત્ત્વો સાથે છે, અને બીજી પરા પ્રકૃતિ છે, જેનો સંબંધ સીધો આત્મા સાથે છે. આ પરા પ્રકૃતિને જીવરૂપે સમજવામાં પણ હરકત નથી. બસ, આ બે પ્રકૃતિઓમાં જ જગતમાં દેખાતાં બધાં તત્ત્વનો સમાવેશ થાય છે, અને અગાઉ કહી ગયો તેમ એ બે પ્રકૃતિઓ આત્મા સાથે જોડાયેલી છે, એટલે એ વિશુદ્ધ આત્માથી ઊંચું બીજું કોઈ જ તત્ત્વ નથી. એટલે આત્મા મૂળે તો સદા હસ્તીવાળું તત્ત્વ છે, પણ આ પ્રકૃતિઓનાં જગતમાં દૃષ્ટિગોચર થતાં જન્મ-મરણનાં અથવા તો ઉત્પત્તિ-લયનાં પરિવર્તનોને લીધે એને જગત-અપેક્ષાએ ઉત્પતિ-લયાત્મક પણ કહી શકાય. આ દૃષ્ટિએ જ ઉત્પત્તિ, સ્થિતિ, અને લયવાળું જે તત્ત્વ-તે પણ સત્ કહેવાય છે. આ વાતને જરા ખુલાસાવાર કહું છું.) પૃથ્વી, પાણી, તેજ, આકાશ, મન, બુદ્ધિ, અને અહંકાર; એમ આઠ પ્રકારની મારી ભિન્ન પ્રકૃતિનું નામ અપરા પ્રકૃતિ છે. (આ પ્રકૃતિ મારાથી નોખી છે અને નીચી કોટિની છે) એ અપરા પ્રકૃતિ કરતાં બીજી એક જીવરૂપી પરા પ્રકૃતિ છે. (આ પ્રકૃતિ મારાથી નોખી નથી) એના આધારે આ જગત ટકી રહ્યું છે. (આનો અર્થ એ કે અભિમાન મરતાં સંસાર ગયો જ સમજવો !)
વાયુ,
જ
૩૧૯
આ અપરા અને પરા બે પ્રકૃતિ (જ સર્વ પ્રાણીમાત્રમાં કાર્ય કરી રહી છે. તેથી તે બન્ને) ભૂતમાત્રની યોનિરૂપ છે, આ વાતને બરાબર સમજી લે.
(હવે તું સમજી ગયો હોઈશ કે આ દૃષ્ટિએ) આ આખા જગતનાં જન્મ-પ્રલય પણ (જન્મવા મરવા કારણમાં પણ) હું (આત્મા) જ છું. (અર્થાત્ આત્મા ન હોય તો એકલું જડ જીવન ધારણ કરી શકે જ નહિ, અને જ્યાં જીવન નહિ ત્યાં મૃત્યુ તો હોય જ શાનું !)
આ રીતે મારાથી ઊંચું બીજું કોઈ તત્ત્વ છે જ નહિ. (આત્મા જ સર્વશ્રેષ્ઠ છે.) અને જેમ સૂત્રમાં મણકા પરોવાયેલા હોય છે, તેમ મારામાં (આત્મા સાથે) આ બધું પરોવાયેલું છે.
નોંધ : આપણે ઉપલી બીનાને જૈનસૂત્રદૃષ્ટિની સાથે સરખાવવા યત્ન કરીશું. સાંધ્યદષ્ટિએ જીવ અને અજીવ એ બે જ તત્ત્વો છે. પણ અજીવના-પુદ્ગલ, આકાશ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એમ ચાર ભેદ પડે છે. આમ જીવ અને બીજા ચાર અજીવના ભેદો મળી કુલ્લે પાંચ અસ્તિકાયો આ લોકમાં છે. રાગદ્વેષવશાત્ જીવમાં કર્મપુદ્ગલો સ્થાન પામે છે અને તેથી