________________
૩૨૦
ગીતા દર્શન
સંસારબંધન થાય છે એમ તે કહે છે, અને તેથી કર્મસંગી જીવ કર્તા-ભોકતા બને છે એમ પ્રતિપાદન કરે છે. સાંખ્યની જેમ આત્મા ફૂટસ્થ નિત્ય છે એમ કહીને તે વિરમતું નથી. સાંખ્ય તો પ્રકૃતિ-અથવા મહતમાંથી બુદ્ધિ, અહંકાર, મન, દશ ઈન્દ્રિયો, પાંચ મહા ભૂતો, અને પાંચ વિષયો મળી ચોવીસ ઉપરાંત એક આત્મા, એમ પચ્ચીસ તત્ત્વો-માં માને છે. વેદાંતમાં વળી આગળ જતાં ઈચ્છાષાદિ ઉમેરીને બત્રીસ તત્ત્વો તરીકે લેવાં પડયાં છે. ગીતામાં પણ તેરમા અધ્યાયમાં એનો ઉલ્લેખ છે. નૈયાયિક-વૈશેષિકોને દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય વિશેષ, સમવાયાદિ સાત પદાર્થો અને વધુમાં સોળ તત્ત્વો લેવાં પડયાં છે. જ્યારે જૈનસૂત્રો આ બધાને મૂળ બે અને વિસ્તારે પાંચમાં સમાવી દે છે. રાગદ્વેષ કયાંથી આવ્યાં? એના ઉત્તરમાં એ અનાદિ’ કહી દે છે. અને વાત પણ સાચી છે. એકલા તર્કોથી તત્ત્વો માપી શકાતાં જ નથી.
તો પછી જૈનદષ્ટિ અને ગીતાનો મેળ કેમ મળી શકે? એ સવાલનો ઉત્તર છે જ. ગીતા ભૂમિ, જળ, અનલ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકારને અપરા પ્રકૃતિ કહે છે. પરંતુ એમાં રહેલા જીવ ભાવને વળી પરા પ્રકૃતિ કહે છે, તથા ભૂમિની ગંધ હું છું, જળનો રસ હું છું, એમ આગળ ઉપર કહેવા માગે છે એનો અર્થ જૈનપદ્ધતિએ આમ ઘટાડી શકાય કે "જ્યાં લગી જળમાં સ્વાભાવિક રસ છે, બીજું કોઈ શસ્ત્ર એ તત્ત્વને અચિત્ત નથી બનાવતું, ત્યાં લગી જળ સજીવ છે. પણ અગ્નિથી ઉકાળ્યું એટલે એ અજીવ બન્યું. એ જ રીતે પૃથ્વીનું પણ છે. દા.ત. પથ્થર ખાણમાં હોય કે મોટી પૃથ્વીના ગર્ભમાં હોય ત્યાં લગી તે સજીવ છે. પણ જ્યારે એને બહાર કાઢી અને એને આઘાત લાગ્યો કે એ અચેત-નિર્જીવ બની જાય છે. આ વસ્તુ તો વિજ્ઞાનસિદ્ધ પણ થઈ ચૂકી છે. જૈનસૂત્રો મન, અહંકાર, બુદ્ધિ, પ્રાણ, ચિત્ત, ઈન્દ્રિયો એ બધાંને જુદો નથી પાડતાં, પણ મનના અને ઈન્દ્રિયોના બે પ્રકાર કહ્યું છે. (૧) ભાવેન્દ્રિય (ર) દ્રવ્યેન્દ્રિય – મન અને બીજી ઈન્દ્રિયોને તે ઈન્દ્રિય જ માને છે. ભાવેન્દ્રિયનો સંબંધ જીવ સાથે વિશેષ છે, દ્રવ્યેન્દ્રિયનો સંબંધ પુગલ-જડ પરમાણુ-સાથે વિશેષ છે.
આહાર લેવો, લાગણી અનુભવવી, મૈથુન સંજ્ઞા હોવી તથા પોતાની જાતિને વધારવી, એ બધાં સજીવનાં લક્ષણો છે. અને તે સચેત પૃથ્વી સાત જળ, સચેત અગ્નિ, સચેત વાયુ, અને સચેત વનસ્પતિમાં અવશ્ય હોય છે. પૃથ્વી જીવનોપયોગી છે અને જળ એનો ખોરાક છે. જળ જીવનોપયોગી છે અને અગ્નિ