________________
અધ્યાય સાતમો
૩૨૧
એનો ખોરાક છે. અગ્નિ જીવનોપયોગી છે અને વાયુ એનો ખોરાક છે. વાયુ છવનોપયોગી છે અને જળ એનો ખોરાક છે, વનસ્પતિ જીવનોપયોગી છે અને પૃથ્વી, જળ, પ્રકાશ, વાયુ વગેરે એનાં ખોરાકરૂપ છે.
આ બધા જીવો એક ચામડી વાળા જ છે. અને તેથી ગંધ, રસ, સ્પર્શ ઈત્યાદિ દ્વારા ઓળખી શકાય છે. ઓછામાં ઓછું સ્પર્શ દ્વારા તો બધાં તત્ત્વો જણાય છે.
આ રીતે વિચારતાં ગીતાની અપરા પ્રકૃતિ તે જૈનદષ્ટિએ જીવ સાથે સંબંધ ધરાવતું શરીર (ગીતાજીએ પણ આને ક્ષેત્ર કહ્યું છે) તેમજ ગીતાની પરા પ્રકૃતિ તે જીવ કે જે બહિરાત્મ સ્વરૂપે શરીનો સર્જક-સંહારક છે. અને ગીતાજીનું પરંતત્ત્વ અથવા શ્રીકૃષ્ણજી જેને ' કહીને ઓળખાવે છે તે જૈન દષ્ટિનો અંતરાત્મા. બસ, હવે પૂરો મેળ બેસી ગયો.
જીવ સાથે સંબંધ ધરાવતા શરીરમાં પૃથ્વી, પાણી, તેજ તથા વાયુ; એ ચારે અથવા તે પૈકીનું છેવટ એકાદ તત્ત્વ પણ હોય જ છે. આકાશ તો સર્વત્ર છે જ.
મન, બુદ્ધિ અને અહંકાર પણ વ્યક્ત કે અવ્યક્ત સર્વ દેહધારીમાં છે જ.
સમયસારના કર્તા કુંદકુંદાચાર્ય જૈન મુનિ જ હતા. એમણે સમયનો અર્થ જીવ કર્યો છે, અને એ જીવની બે બાજુ કહી છે. (૧) સ્વસમય (૨) પરસમય.
જીવ પોતાના મૂળ સ્વભાવમાં-ગીતાની પરિભાષામાં કહીએ તો જ્યારે પર સ્વભાવમાં હોય છે ત્યારે તે સ્વસમય છે, અને જ્યારે પુદ્ગલ કર્મપ્રદેશમાંગીતાના શબ્દમાં કહીએ તો અપરા પ્રકૃતિમાં માયાને વશ થઈને-સ્થિત હોય છે ત્યારે તે પર સમય કહેવાય છે – આ રીતે એમાંથી આબેહુબ ગીતાને બંધ બેસતો અર્થ નીકળે છે.
આત્માનો પ્રકાશ ન હોત તો જગતની હસ્તી જ ક્યાં હતી ! પણ આસકિત અગર મોહને લીધે આત્મા પોતાના મૂળ સ્વભાવનું ભાન ભૂલી-પરા અને અપરા પ્રકૃતિ સાથે, અથવા જૈન પરિભાષા પ્રમાણે બહિરાત્મભાવે, કર્મપુદ્ગલના સંગ સાથે-રમત રમવા બેસી ગયો ત્યાં જ સંસારનું મંડાણ. આથી સર્વ સૃષ્ટિના મૂળ કારણમાં જીવ અને કર્મ અથવા પરા અને અપરા પ્રકૃતિ જ છે. ‘હું જનું છું હું મરું છું” એ ભાન પણ અહંકારને લીધે છે. અને તે અંતરાત્મા સાથે સંબંધિત છે.
છતાં શ્રીકૃષ્ણ ગુરુજી જેમ કહે છે તેમ એ સંબંધ સૂત્રમાં મણકા જેવો છે, એટલે