________________
૬૮૪
ગીતા દર્શન
મોક્ષસંન્યાસયોગ (૧૮)
અર્જુનનો સવાલ (૧). સંન્યાસ અને ત્યાગ વિષે લોકવાયકાઓ અને એ પરત્વે પોતાનો મત. કોઈપણ શુભક્રિયાને ન તજવી તેમ સ્વધર્મે આવી પડેલી અનિવાર્ય ક્રિયા માઠી હોય તો તે પણ ન તજવી. પરંતુ સંગ અને કર્મફળદષ્ટિ એ બે તજવાં. એથી શુભાશુભકર્મના બંધનથી છૂટીને છેવટે પણ શુદ્ધ થવાશે (૨ થી ૬). ત્રિવિધ ત્યાગનું વર્ણન (૭ થી ૯). કર્મફળત્યાગ પર જોર આપવાથી થતા લાભનું કથન (૧૦ થી ૧૨) કર્મસિદ્ધિનાં નિશ્ચિતદષ્ટિએ નિરૂપેલાં પાંચ કારણો (૧૩ થી ૧૫). અહંકાર કરવો નકામો છે અને નિરહંકારી પણાથી જે ફાયદો છે, તેનું નિદર્શન (૧૬-૧૭). કર્મ પ્રેરણાના ત્રણ પ્રકાર અને કર્મ સંગ્રહના ત્રણ પ્રકારનું કથન (૧૮) જ્ઞાન, કર્મ તથા ર્તાના ત્રણ ત્રણ પ્રકારોને ગૂઢવર્ણન (૧૯ થી ૨૮). જ્ઞાન, આત્મલક્ષીપણા તરફ વધુ જાય છે તે ભેદ બતાવવા માટે બુદ્ધિના ત્રણ પ્રકારોનું તથા ધૃતિના ત્રણ પ્રકારોનું વર્ણન (૨૯ થી ૩૫). સુખના ત્રણ પ્રકાર અને તેનું વર્ણન (૩૬ થી ૩૯). ત્રણ ગુણોથી જોડાયેલું પૃથ્વી, સ્વર્ગ વગેરે સધળું સંસારી જગત (૪૦). વર્ણવ્યવસ્થા જાતિવિશિષ્ટ નથી પણ સ્વભાવજન્યગુણ તથા સદ્ગુરુલક્ષી કર્મને અનુસરીને છે, એથી એવી વર્ણવ્યવસ્થાથી થતો ઉદ્ધાર અને ચારે વર્ણનાં ગુણ કર્મોની ઓળખાણ (૪૧ થી ૫૪). આત્મલક્ષી પોતપોતાનાં કર્મમાં પરાયણ રહેવાથી પાપ ન લાગે, બાકી તો કાર્ય માત્રમાં સ્થૂળ પાપ તો ઓછા વધતું છે જ અને દેહ છે ત્યાં લગી ક્રિયા છૂટવી અશકય છે માટે મનનો સંકલ્પસંન્યાસ કરી ઈન્દ્રિયો જિતી અનાસકત બુદ્ધિએ સ્પૃહા રહિતપણે કાર્યો કરવાં જોઈએ (૪૫ થી ૪૯). આમ જ્ઞાનની પરાનિષ્ઠા જે સાધનાથી પમાય તે સાધનાની જ્ઞાનયોગ, ભકિતયોગ અને કર્મયોગના સમન્વયવાળી સાધનાનો અગાઉ જે વિસ્તારથી ઉલ્લેખ આવ્યો છે તેનું સંક્ષેપે ધ્યાન કરી અર્જુનને આમ નહિ કરે તો વિનાશ થશે એવી ગંભીર ચેતવણી (૫૦ થી ૫૮). પરાણે અર્જુનને યુદ્ધમાં કેમ જોડાવું પડશે તે પ્રકૃતિનું યથાર્થ દર્શન કરાવનારું શ્રીકૃષ્ણ કથન (૫૯-૬૦). અર્ધદગ્ધ દશામાં ન રહેતાં સદ્ગુરુશરણ અગર આત્મશ૨ણ સર્વભાવે સ્વીકારવાનું સૂચન (૬૧-૬૨). સદ્ગુરુરૂપ પોતામાં આત્માનુરૂપ નિર્ણયે રહેવામાં થતા લાભ અને આપેલો કોલ (૬૩ થી ૬૬). ગીતાજ્ઞાન કોને સંભળાવવું તે સૂચન (૬૭). ભકતોને ગીતાજ્ઞાન સંભળાવનારની જે શુભ ગતિનો સંભવ છે, તેનું નિરૂપણ (૬૮-૬૯). ગીતાના શ્રદ્ધાપૂર્વકના