________________
ગીતા દર્શન
અથવા હે અર્જુન ! એ બધું જાણીને તારે શું કામ છે ! (ટૂંકમાં આટલું જ જાણી લે તો બસ છે, કે, ) હું (મારા) એક અંશ વડે (દ્વારા) આ આખું જગત ટેકવી રહ્યો છું.
૪૧૨
નોંધ : આપણે અગાઉ કહી ગયા છીએ, કે તે પ્રમાણે જૈનસૂત્રોનો ઉચ્ચાર છે, કે જીવ અને અજીવ એ બન્નેના પરસ્પર ઉપગ્રહ સંગ વિના સંસાર ન હોઈ શકે, આ દ્દષ્ટિએ સંસારના આરંભ, મધ્ય અને અંત પણ આત્માની દિવ્ય વિભૂતિને લીધે છે, એ કથનમાં કશી અતિશયોકિત નથી.
દિવ્ય વિભૂતિ એટલે જૈનદ્દષ્ટિએ આત્માની પૌદ્ગલિક પુણ્યશાળી શકિત. અગાઉ કહ્યું તે મુજબ જેમ ખેડૂતને પાક મળે એટલે કણની સાથે ઘાસપૂળા પણ મળે જ છે, પરંતુ ઘાસપૂળાને સારુ કંઈ તે બીજ વાવતો નથી. વાવે છે તો કણને માટે. એમ સમર્થ પુરુષો જેટલો આત્મવિકાસ સાધે છે, તેટલી તેમની દિવ્ય- વિભૂતિઓ કે રિદ્ધિસિદ્ધઓ તો વધે જ છે. પણ તેઓ તે વિષે લગારે લલચાતા નથી. આમ જોતાં તીર્થંકરોના અતિશયો (ચમત્કારો) દેવોની રિદ્ધિસિદ્ધિઓ અથવા ચક્રવર્તી વાસુદેવાદિના વિભૂતિમાન, શ્રીમાન, કે સુંદર સત્ત્વથી કયાંય વધી જાય તેમ હોય છે, છતાં તેઓ તેમને વિષે મૂંઝાઈ જતા નથી.
ઉપર જે કંઈ કહેવામાં આવ્યું છે, તેવું જ વર્ણન જૈનસૂત્રમાં પણ છે. ફેર એટલો કે અહીં શ્રીકૃષ્ણરૂપ ગુરુના મુખથી શિષ્યને ઉદ્દેશીને કહેવાયું છે, ત્યારે ત્યાં શિષ્યોએ ગુરુજીના ગુણાનુવાદમાં એ ઉપમાઓ મૂકી છે. આપણે એ તો વારંવાર કહી ગયા છીએ, કે અહીં શ્રીકૃષ્ણગુરુની ભૂમિકા અને અર્જુનની દશા જોતાં એમને મુખે જ કહેવું એ જરાય અપ્રાસંગિક નહોતું, અને નથી. એટલે એમાં આપવડાઈ જેવું કંઈ છે જ નહિ.
વળી આ તો દૃષ્ટાંતરૂપે કહેવાયું છે. એટલે જડમાં પણ પ્રભુ છે એમ કોઈ ન સમજી બેસે ! દા. ત., પથ્થરની મૂર્તિ-તેમાં પ્રભુ નથી. પણ એ મૂર્તિ પરત્વે જ પૂજનારની લાગણી કે મૂર્તિકારની કળા ઠલવાઈ છે અને મૂર્તિમાં જોનારને પ્રભાવ ભાસે છે તે પણ આત્માની જ દિવ્ય વિભૂતિ છે, એમ ગીતાકાર કહેવા માગે છે. કારણ કે પૂજક અને મૂર્તિકાર બન્નેમાં ઊર્મિ અને કળાનું તત્ત્વ છે, તે આત્માની દિવ્ય વિભૂતિનો જ પ્રકાર છે.
ઉપર કહ્યું એ પ્રમાણે જડમાં પ્રભુઅંશ માનવાની જરૂર નથી. કિન્તુ અવગુણીનો અવગુણ જીતતો હોય, ત્યાં એનાં કોઈ પૂર્વપુણ્યનું જ એ પરિણામ છે ને વિજય તેને લીધે છે, અવગુણને લીધે નહિ; એટલું જ કહેવાનો શ્રીકૃષ્ણકથનનો