________________
અધ્યાય દસમો
૪૧૧ ઋતુઓમાં વસંત (ફૂલ શોભા, કોયલનો સ્વર અને મધમધતા બાગવાળી ઋતુ છે, માટે તે) હું છું.
(અરે ભોળા ! તને ઝાઝું શું કહું? છલ કરનાર જૂગટું કરી ફાવી જાય છે. શકુનિના છલમાં દુર્યોધન ફાવ્યો, તેમાં મારો દિવ્ય પ્રભાવ ન હોત તો એ શું ફાવવાના હતા? છતાં ગુણકર્મોમાં સંમૂઢ બિચારા એ, મદ કરીને કેવા દુઃખી થાય છે, એ જ ખૂબીની વાત છે. પાર્થ! એ દૃષ્ટિએ સમજીશ તો તને લાગશે કે, છળ કરનારનું ધૂત હું છું. તેજસ્વીઓનું તેજ હું છું. જય હું છું. વ્યવસાય હું છું. સત્ત્વવાળાઓનું સત્ત્વ હું છું. (મતલબ કે શકિત, જય કે નિશ્ચય; પુણ્યશાળી માણસોને જ વરે છે. એટલે ત્યાં એ આત્માની જ દિવ્ય વિભૂતિ છે.) યાદવોમાં વાસુદેવ (શ્રેષ્ઠ ગણાય છે, તે) હું ને તું સાક્ષાત્ સામે જ મૂર્તિમાન જોઈ રહ્યો છે. પણ તારે એ ન ભૂલવું જોઈએ, કે) પાંડવોમાં ધનંજય (અર્જુન) પણ હું જ છું. (તેથી જ તારા અંતરને માપીને તને હું યુદ્ધમાં ઊભા રહેવાનું કહી રહ્યો છું. ) મુનિઓમાં આજકાલ વ્યાસમુનિ ભારે ખ્યાતિ પામ્યા છે, પણ તે મારી વિભૂતિને લીધે જ, માટે ત્યાં) વ્યાસ હું છું. કવિઓમાં ઉશના (એટલે અસુરોના ગુરુ શુક્રાચાર્ય મહાન ગણાય છે, તે પણ મારી દિવ્ય વિભૂતિને લીધે, માટે તે પણ) હું છું.
(જ રાજ્યશાસનમાં ન્યાયલક્ષી શિક્ષા થાય છે, ત્યાં તે) દમનારાનો દંડ હું છું. જીતવાની ઈચ્છા રાખનારની નીતિ હું છું. (આનો સાર એ, કે જીતવાની ઈચ્છાવાળાએ કોઈ એક સિદ્ધાંત લક્ષી નીતિને સ્વીકારવી જ જોઈએ. શિસ્ત, દરકાર, નીડરતા, સ્થિર નિશ્ચય, એ બધું લઈને ન નીકળ્યો તે ભાગ્યે જ વિજય વરી શકે.) ગુહ્ય વાતોનું મૌન (ગુહ્ય જ્ઞાનને જીરવવું બહુ કઠણ છે. ત્યાં આત્માની દિવ્ય વિભૂતિ હોય તો જ મૌન રહી શકે માટે ત્યાં મૌન) હું છું. જ્ઞાનીઓનું જ્ઞાન હું છું.
વળી હે અર્જુન ! બધાં પ્રાણીઓનું જે બીજ, તે પણ હું છું. જે કંઈ સ્થાવર કે જંગમ કોઈ પણ સત્ત્વ (આ જગતમાં દેખાય) છે, તે મારા વિના નથી.
પરમ તપસ્વી) પરંતપ ! (આમ બોલવા બેસતાં) મારી દિવ્ય વિભૂતિના વિસ્તારનો અંત જ નથી. આ તો મેં માત્ર વિભૂતિવિસ્તારનાં થોડાં મુખ્ય મુખ્ય ઉદાહરણો (જ) કહ્યાં છે.
ખરી રીતે તો જે કંઈ પણ વિભૂતિમાન, શ્રીમાન અથવા ભવ્ય એવું સત્ત્વ (દખાય) છે, તે બધું મારા જ તેજના અંશથી થયેલું (દેખાય) છે, એમ તું ખાતરીપૂર્વક જાણ.