________________
અધ્યાય દસમો
૪૧૩
આશય છે. અને એથી જ એમણે અર્જુનને કહ્યું, કે જગતમાં જ્યાં જ્યાં ધૂળ વૈભવ દેખાય ત્યાં એ આત્મતેજના અંશનો જ પ્રભાવ છે, એમ ટૂંકમાં સમજી લેવું. છે અને એટલે જ છેવટે પણ અર્જુનને શ્રીકૃષ્ણગુરુએ એ જ કહ્યું, કે "એ દિવ્યવિભૂતિનો વિસ્તાર અનંત છે. કારણ કે જેનું આત્મારૂપી મૂળ અનંત છે, તેનાં દિવ્યવિભૂતિરૂપ ફળ અનંત જ હોય. છતાં ઉદાહરણ એટલા ખાતર કહ્યાં કે તું એવી સ્થૂળ વિભૂતિમાં ન ફસાઈ જતાં, સર્વનું મૂળ આત્મા છે અને એના અંશમાત્રથી આ આખું જગત ટકી રહ્યું છે, એટલું યથાર્થ સમજી લે અને માત્ર આત્મા તરફ જ વળ! જેમ ડાળી, પાંદડાં, ફૂલ, ફળ એ બધું, માત્ર આંબાનું મૂળ વૃક્ષ હાથમાં આવતાં, સહેજે હાથમાં આવી જાય છે, તેમ એ બધું તો આત્મા ના હાથમાં આવતાં સહેજે હાથ આવી જ જાય છે. માટે બાહ્યવૈભવના વિસ્તારને બહુ
જાણવા સાંભળવાની જરૂર નથી. કારણ કે સંભવ છે કે એમની લાલચમાં આ સપડાવાનું કદાચ બની જાય. આ જે કંઈ બાહ્યવૈભવ વર્ણવ્યો છે તો તેથી બચવા ખાતર જ.”
આમ અર્જુન પ્રત્યેના આ કથન પરથી સાધક ખરી વસ્તુસ્થિતિ સમજી - આત્મમાર્ગે જ વળશે, એટલું કહી હવે આપણે આ અધ્યાયનો ઉપસંહાર કરી લઈએ. ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विभूतियोगो
નામ રામોધ્યાયઃ || ૧૦ || કે “ૐ તત સત” એ પ્રમાણે શ્રી ભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા છે અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં વિભૂતિયોગ નામનો દશમો અધ્યાય પૂરો થયો.
દસમા અધ્યાયનો ઉપસંહાર આપણે જોઈ ગયા કે આ અધ્યાયનું નામ વિભૂતિયોગ છે. વિભૂતિનો અર્થ વૈભવ ગણીએ તો આ અધ્યાયમાં આત્માના અનંત વૈભવની વાત છે. અને વિભૂતિનો અર્થ આવિર્ભાવ કે આવિષ્કાર ગણીએ તો આત્માના અવિભકત-છૂટા નહિ એવા-અંશમાંથી અપરંપાર વિસ્તાર થઈ ગયેલો આપણે સાંભળ્યો.