________________
૪૧૪
ગીતા દર્શન
વાત એમ છે, કે ગુરુ શ્રીકૃષ્ણ શિખ અર્જુન પર ફિદા ફિદા થઈ ગયા અને ગુહ્ય જ્ઞાન કહ્યું. પરંતુ અધ્યાત્મજ્ઞાન ઉચ્ચ કોટિનું હોવા છતાંય જીવ અમુક દરજ્જન પહોંચે ત્યાં લગી એને શુષ્ક માની લે છે અને એથી દૂર જ નામે છે. તે વેળા ચમત્કાર જ એને ખેંચી શકે છે. એ ચમત્કારનું બીજ આ અધ્યાયમાં ગોઠવાયું છે.
શું આત્મા અવાચ્ય છે અચિંત્ય છે? અગોચર છે? તો પછી એને માનવો શા માટે? આવા પ્રશ્નકારને ગીતાનો આ અધ્યાય કહે છે : "માનવ અને દેવ બે ગતિ ઉચ્ચ ગણાય છે. મનુષ્યકુળના મૂળપુરુષ આર્ય સંસ્કૃતિના ઘડવૈયાઋષિમુનિઓ; અને દેવકુળના મૂળપુરુષ દેવેન્દ્રો. આ બધા જો માનસભાવથી જ ઊપજ્યા છે, તો તેઓ આત્માના મૂળને ન જ જાણે, એ દેખીતી વાત છે. શાખાએ કે ફૂલફળોએ કદી વૃક્ષના બીજને જાણ્યું છે? જાણવા કોશિશ કરે તોય અંતે થાકે છે. આ રીતે આત્મા અનાદિ, અવાચ્ય, અચિંત્ય અને અગોચર સિદ્ધ થયો. વળી તે અજન્મા પણ છે. કારણ કે પૂર્વકાળે હતો, આજે છે, અને આવતે કાળે પણ હશે જ. ફળને છુંદી નાખવાથી પણ બીજનો નાશ થતો નથી, તેમ બાળ્યા પછી પણ મૂળ ચૈતન્ય પ્રકાશને કશી ઈજા નથી આવતી, અને પરમાણુઓનો પણ અંત નથી આવતો, માત્ર તેમનું રૂપાંતર જ થાય છે.
આ પ્રમાણે જૈનસૂત્રોએ જીવ અને અજીવ એમ બે જ પદાર્થોને અનાદિ અનંત માન્યા છે, અને આત્માને અનંત જ્ઞાની ગયો છે.
આમ યોગીની અપેક્ષાએ આત્મા એક છે અને વિભૂતિની અપેક્ષાએ અનેક છે. જેમ એક જ રંગી દૂધને રંગબેરંગી કાચના પ્યાલામાં મૂકવાથી દૂધનો રંગ દૂરથી જોનારને લાલ, પીળો, વાદળી આદિ લાગે છે, તેમ જ્ઞાનદ્રષ્ટિએ આત્મા એકરૂપ-જ્ઞાનરૂપ-હોવા છતાં કર્મષ્ટિએ ઓછા વધુ ગુણદોષવાળો અને અનેકરૂપી લાગે છે. આવું જેણે જાણ્યું તે ભકતો પરંપદ પામી ગયા.
અર્જુન પૂછે છે "વાત તો બરાબર છે. શાસ્ત્રો એમ કહે છે, અનુભવીઓ પણ એમ કહે છે, અને શ્રીકૃષ્ણ ગુરુ! ખુદ આપ પણ તેમ જ કહો છો.
આત્માથી જ આત્મા જણાય એમાં સંશય નથી. પણ દિવ્ય વિભૂતિ કે જે દૃષ્ટિગોચર થાય તેનો આકાર શો ? અથવા જગતમાંના કયા ભાવો આત્માના અને જડના છે એ ભેદવિજ્ઞાન કેમ થાય? એટલે કે કયાં યોગ(આત્મજોડાણ) અને
ક્યાં વિભૂતિ ગણવી? એનું પૃથક્કરણ શું? એ બધું જો કે થોડું તો આપે હમણાં કહ્યું, પણ વધુ કહો તો સારું."
પરમપ્રસન્ન થયેલા ગુરુ કહે છે :