________________
અઘ્યાય દસમો
"ભાવ માત્ર મૂળે આત્માના છે, પરંતુ પાણી પીતા વાઘનો પાણીમાં પડછાયો જોઈ વાધની એ પડછાયામાં બ્રાન્તિ થાય છે, તેમ જડ સંગે હોવાથી જડમાં ભાવની પ્રાન્તિ થાય છે. ખરું જોતાં ભાવ માત્ર મૂળે તો આત્માના જ છે. સૂક્ષ્મભાવોઆત્મસ્પર્શીભાવો-તે યોગ, અને સ્થૂળભાર્વો તે વિભૂતિ. આને સારુ બે વાત ધારી લે એટલે પત્યું ઃ
૪૧૫
(૧) હું સહુમાં છું એટલે કે અંતર્યામી આત્મા સહુમાં છે જ. પછી એ કીડી હો કે મોટો કુંજર છે ! હું જળમાં, વનસ્પતિમાં દરેક સ્થળે છું, માટે તારે કોઈપણ ક્રિયા મુરતાં પહેલાં ચેતવું, કે એમાં મારી વિડંબના તો નથી થતી ને ? બેદરકારીથી તું બીજા કોઈને પણ ઈજા કરે તો તે તારા આત્માને ઈજા કર્યા બરાબર છે. અને તે દેહ મલે છૂટે, પણ કાર્યનું પરિણામ તો જીવને ભોગવવું જ પડે છે. દરકાર અને અશકય પરિહાર હોય ત્યાં જુદી વાત છે, ત્યાં જટિલ કર્મબંધન નથી.
(૨) બીજી વાત એ કે જ્યાં જ્યાં કોઈ પણ સત્યતા, કલ્યાણ અને સુંદરતા દેખાય, ત્યાં મૂળે આત્મતત્ત્વ, જ્યાં શુભ, તાકાત, તેજ અને તપઃશકિત (કાર્યક્ષમતા) દેખાય ત્યાં તારે જાણવું કે એમાં મૂળે આત્માનો જ એ તેજ અંશ છે, પણ જ્યાં મૂળ આત્મા તત્ત્વ જ છે ત્યાં ધર્મ છે, અને જ્યાં એ આત્મા તેજનો અંશ છે ત્યાં પુણ્ય છે.
જ્યાં સીધો આત્મા સાથે યોગ તે ધર્મ, અને જ્યાં પરંપરાએ આત્મા સાથે યોગ ત્યાં પુણ્ય.
હિંસક ફાવી જતો હોય તો એ જયનું કારણ હિંસાની ક્રિયા નથી, પણ હિંસકમાં રહેલી પૂર્વકાળે જમાવેલી એકાગ્રતાની મૂડી છે. જો એ વેડફી નાખશે તો પસ્તાશે. સારાંશ, કે એ ભલે અજ્ઞાની હોઈને હિંસાને ફાળે વિજયને ચડાવે, પણ એ વિજય હિંસાનો નથી. એ જ રીતે અહિંસક પણ ગુમાન ન કરે. કારણ કે તે તો માત્ર નિમિત્ત જ છે. એટલે છેવટનું તત્ત્વવચન તો એટલું જ, કે "તું જગતના કોઈ પણ સ્થાવર કે જંગમ દેહધારી જીવ તરફ આકર્ષાતો હો, કે દૈવી વૈભવ-વિલાસ તરફ ખેંચાતો હો, તો ત્યાંથી પાછો વળ. કારણ કે એ બધું-અરે આખું જગત-આત્માના અંશે જ વ્યવસ્થિત તાલબદ્ધ ટકી રહ્યું છે, માટે એ તરફ જ વળ.” સાર : જૈનસૂત્રો પણ એ જ કહે છે કે કોઈ જપ, તપ, આદિ ક્રિયાનું નિયાણું (નિયાણું એટલે વેચાણ. જગતની કોઈ પણ સંપત્તિમાં આંતરિક ગુણોનું વેચાણ કરવું તેનું નામ નિયાણું) ન કરવું, પણ માત્ર આત્માર્થે જ સર્વ કંઈ આચરવું.