________________
|| ગીતા દર્શન છે
અધ્યાય ૧૧મો
ઉપોદઘાત અર્જુને ગુહ્ય અધ્યાત્મજ્ઞાન સાંભળ્યું, પ્રાણીઓના ઉત્પત્તિનાશનું રહસ્ય પણ સાંભળ્યું, અને દિવ્ય વિભૂતિના આકારો વિષે પણ સાંભળ્યું. એટલે હવે એને એવી ઈચ્છા થઈ, કે જો આત્મામાં એ બધું હોય – અને છે જે - તો મારા ગુરુ જેવા સમર્થ પુરુષ એ દૈવી વિભૂતિઓ અને જીવોના ઉત્પત્તિનાશની પ્રતીતિ મારી યોગ્યતા પ્રમાણે મને પ્રત્યક્ષ બતાવે તો સારું કે જેથી મને મારાં પ્રાણ-મન, બુદ્ધિ, ચિત્ત વગેરે આત્મસમર્પણની વચ્ચે કદી આડખીલીરૂપ ન થાય ! આ હેતુએ તે પૂછે છે, એ જાતની આ અધ્યાયની શરૂઆત છે. અને દિવ્યચક્ષુદ્વારા એટલે કે મનની ઉચ્ચ કોટિની ભૂમિકા દ્વારા દેખાય તેવાં સ્થૂળ છતાં છેક પાર્થિવ પણ નહિ, એવાં દૃશ્યો એમના ગુરુદેવ બતાવે છે. એમાં અદૂભુત, શાંત અને કયાંક રૌદ્ર, વીર, આદિ રસોની પણ જમાવટ છે. એ કેવાં છે, તથા તે વેળા અર્જુનની શી સ્થિતિ થઈ ને છેવટે શ્રીકૃષ્ણગુરુ કયા રાહ પર એને દોરી જાય છે, તે હવે જોઈએ. જેથી ભક્તિમાન, શ્રદ્ધાળુ, ગુણદૃષ્ટિમંત આદિને આ અધ્યાય અત્યંત પ્રિય શાથી લાગે છે, તે જણાઈ રહેશે.
एकादशोऽध्यायः અધ્યાય ૧૧ મો.
अर्जुन उवाच । मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितम् । यत्त्वयोक्त वचस्तेन मोहोऽयं विगतो मम ||१|| भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया ।। त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाध्ययम् ।।२।। एवमेतद्यथात्थ त्वमात्मानं परमेश्वर । द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तम ॥३!!