________________
અધ્યાય અગીયારમો
૪૧૭
मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो । योगेश्वर ततो में त्वं दर्शयात्मानमव्ययम् ||४||
અર્જુન બોલ્યા : કૃપા કરી મને ગુહ્ય, અધ્યાત્મનામનું પરં; વચન તે કહ્યું તેથી, ટળ્યો છે મુજ મોહ આ. ૧ ઉત્પત્તિ-લય ભૂતોનાં, અક્ષય મહિમા પણ; મેં વિસ્તારે સુયાં તેથી, તે પદ્મપત્ર લોચન. ૨ જેમ તું વર્ણવે આત્મા, એમ એ પરમેશ્વરા; રૂપ તારું ચહુ જોવા, ઈશ્વરી પુરષોત્તમ ! ૩ હું જો જોઈ શકું તેવો, પાત્ર લાગું તને, પ્રભુ !
તો યોગેશ્વર ! તું તારું, દેખાડ રૂપ અવ્યયી. ૪ (હે ગુરુદેવ ! આપે મારા ઉપર કૃપા કરીને મને અધ્યાત્મનામવાળું (આધ્યાત્મિક) પર ગુહ્યવચન કહી સંભળાવ્યું, તેથી મારો મોહ ટળી ગયો છે. (મૂળ સિદ્ધાંત હું હવે સમજી ગયો છું.) વળી આપના જ શ્રીમુખે ભૂતોનાં ઉત્પત્તિ-લય પણ વિસ્તારપૂર્વક સાંભળ્યાં (એટલે જગતનું રહસ્ય પણ હું સમજી શક્યો છું.) અને કમળની પાંખડી જેવી આંખડીવાળા યદુનાથ !- આત્માના તેજો અંશના અક્ષય એવા મહિમાને પણ મેં જાણ્યો છે.
(ખરેખર) આપ જે આત્મવર્ણન કરો છો, તે હે પરમેશ્વર ! યથાર્થ જ છે. (મતલબ કે આપ જેવા પોતાને ઓળખાવો છો, તેવા જ છો.) પણ હે (પુરુષોમાં સર્વોત્તમ એવા) પુરુષોત્તમ ! એ તમારા ઈશ્વરી રૂપને હું સાક્ષાત્ જવા ઈચ્છું છું.
(આત્માથી આત્માને જાણ્યો, દેહધારીઓના જન્મનાશના ચક્રમાં રહેલા સ્થાયીપણાને પારખું, વિભૂતિના મર્મને પણ સમજ્યો, છતાં એક ઈચ્છા રહે છે તે એ કે યોગબળે કરીને જો એ બધું આપ પ્રત્યક્ષ દેખાડો તો સારું, જો કે આપ તો બતાવવા હરપળે તૈયાર હો, છતાં અફાટ વિશ્વમાં પ્રકાશતા સૂર્યનો પ્રકાશ ઘુવડ ઝીલી ન શકે, ત્યાં સૂર્યનો દોષ નથી, એમ જો હું એવા વિરાટ દર્શનને માટે નાલાયક હોઉં તો ત્યાં આપ શું કરો? માટે એ તો હું જ કહું છું કે, જો એ ઈશ્વરી રૂપ જોવાનું મારે સારુ શકય માનતા હો તો તે યોગેશ્વર ! તે અવ્યય રૂપનાં મને દર્શન કરાવો.