________________
૪૮૪
ગીતા દર્શન
કહ્યું છે અને તે અક્ષરે અક્ષર સત્ય છે. એટલે સાધકે એ જાતે અનુભવવાની તાલાવેલી લગાડવી રહી !
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञयोगो
નામ ત્રયોદ્દ શોધ્યા : ૧રૂપી ૐ તત્ સતુ” એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં ક્ષેત્રક્ષેત્રજ્ઞા વિભાગયોગ નામનો તેરમો અધ્યાય પૂરો થયો.
તેરમા અધ્યાયનો ઉપસંહાર અર્જુન ! પ્રકૃતિ-પુરુષ વિષે અને ક્ષર-અક્ષર વિષે હું અગાઉ કહી ગયો છું. વેદ, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદોમાં ઋષિમુનિઓએ એ વિષે અનેક રીતે મહિમા ગાયો છે. દર્શનશાસ્ત્રોએ પ્રમાણપૂર્વક એ વિષે નિર્ણયો બાંધ્યા છે. દર્શનશાસ્ત્રોના સિદ્ધાંતો બુદ્ધિના તર્કોનું સમાધાન કરે તેવા સંકલનાબદ્ધ અને સુંદર છે. છતાં જ્ઞાનદષ્ટિ વિના આ વાત યથાર્થ સમજાય તેવી નથી. તો ય એ પ્રાચીન શાસ્ત્રોમાં ક્ષેત્રક્ષેત્રજ્ઞ શબ્દો વારંવાર આવે છે. તે સાથે પ્રકૃતિ-પુરુષવાળા મારા વિજ્ઞાન સહિત જ્ઞાનના વિષયનો સમન્વય કરીને હું તને કહું છું તે સાંભળ.' આમ અર્જુનને સંબોધીને શ્રીકૃષ્ણગુરુએ કહ્યું : 'પ્રથમ તો હું તને એ કહી દઉ કે ક્ષેત્રક્ષેત્રજ્ઞ વચ્ચેના ભેદનું જ્ઞાન થયા વિના ભૂતભાવથી કે પ્રકૃતિથી મોક્ષ સંભવતો જ નથી. માટે જ્ઞાનચક્ષુથી ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનું ભેદજ્ઞાન સૌથી પ્રથમ થવું જોઈએ. પછી તે ધ્યાનથી થાઓ, સંન્યાસથી થાઓ, નિરાસકિતમય કર્મયોગથી થાઓ કે સાંભળીને શ્રદ્ધાપરાયણ થવાથી જ થાઓ !
‘જો ભારત ! પાંચમહાભૂતો, પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર, અગિયાર ઈન્દ્રિયો, પાંચ વિષયો તેમજ ઈચ્છા, દ્વેષ, સુખ-દુઃખ સંધાન, ચેતના અને ધૃતિ, આટલાં જે શરીરમાં દેખાય તે શરીરને સવિકાર ક્ષેત્ર કહેવું.
એવા ક્ષેત્રમાં એક ક્ષેત્રી વસે છે, તે જ્ઞાનસ્વરૂપ છે. શેયસ્વરૂપ પણ છે. પોતે અખંડ છે. છતાં વિભકતની જેમ ભૂતોમાં રહેલ ભાસે છે. તેનો મહિમા અપાર છે, તે પોતે નિર્ગુણી છતાં ક્ષેત્રમાં રહેલ હોઈને ગુણભોક્તા પણ બને છે. સૂક્ષ્મ હોઈને દેખાય તેમ નથી. પરંતુ સ્થાવરજંગમ સહુમાં તે છે, સર્વ સ્થળે તે વિલસે છે
એ શેયને જે જ્ઞાન દ્વારા જાણી લેવાય છે, તે જ્ઞાન. આ નીચેના સદ્ગુણોમાં સમાય છે.