________________
અધ્યાય તે રમો
૪૮૩
જ રીતે આત્મા કીડીના અને કુંજરના દેહમાં પ્રકાશે છે, અને અમુક જગામાં રોકાઈ રહે તો ય આખા ઓરડાને પ્રકાશ આપે છે; તેમ શરીરના અમુક ભાગમાં રહેલો આત્મા પણ સર્વ સ્થળે પ્રકાશે છે.
જૈન સુત્ર દષ્ટિથી આ વાત એ રીતે ઘટાવવી કે આત્મપ્રદેશો તો શરીરમાં ચોમેર છે જ, પરંતુ જ્યાં વધુ સાવચેતીથી કામ થતું હોય ત્યાં આત્માનો ઉપયોગ વિશેષ જોરદાર રહે છે. આ રીતે હૃદયમાં અને મસ્તકમાં આત્માનો ઉપયોગ વિશેષ જોરદાર છે. એ દષ્ટિએ ગીતા હૃદયસ્થ કહે છે અને યોગીજનો બ્રહ્મરંધ્રસ્થ કહે છે. પરંતુ આ બધું છેવટે તો અનુભવથી જ સમજાય છે. માટે હવે તેઓ ઉપસંહાર કરતાં કહે છે:
क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा ।
भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ||३४|| ક્ષેત્રક્ષેત્રજ્ઞનો ભેદ, ભૂત પ્રકૃતિ મોક્ષને;
એ રીતે જ્ઞાનચક્ષુથી, જાણી તે પામતો પરં. ૩૪ (હે અર્જુન !) ઉપર જે રીતે કહ્યું તે રીતે ક્ષેત્ર અને ક્ષેત્રરૂપ વચ્ચેનું અંતર અને ભૂતભાવ જન્માવતી પ્રકૃતિના બંધનથી મોક્ષ શી રીતે થાય, તે જે જાણે છે તે (ઉપર કહેવાયેલા) પર સ્વરૂપને પામી જાય છે.
નોધ : આખા અધ્યાયનો આ એક શ્લોકમાં નિચોડ છે. ભૂત-પ્રકૃતિ-મોક્ષ'નો ટીકાકારો જુદો જુદો અર્થ કાઢે છે. કેટલાક પ્રાણીનો પ્રકૃતિથી મોક્ષ એવો અર્થ કાઢે છે, અને કેટલાક ભૂત અને પ્રકૃતિ બન્નેથી મોક્ષ એવો અર્થ કાઢે છે. સાંખ્યમત પ્રમાણે પ્રકૃતિનો મોક્ષ એ જ મોક્ષ છે, અને વેદાંતદષ્ટિએ ભૂતભાવી આત્મસ્વરૂપનો મોક્ષ એ જ મોક્ષ છે. એટલા માટે ગુરુદેવે ભૂતાદિને અપરાપ્રકૃતિમાં અને જીવને પરાપ્રકૃતિમાં સાતમા અધ્યાયમાં મૂક્યા છે. અને એ બેયના મોક્ષનું સ્વરૂપ ઉપર બતાવ્યું છે. વળી ક્ષેત્રમાં પરાપ્રકૃતિ અને અપરપ્રકૃતિના ગુણો મૂકી દીધા છે અને ક્ષેત્રજ્ઞને નિર્લેપ રાખ્યાં છે. ક્ષેત્રક્ષેત્રજ્ઞના ભેદવિજ્ઞાન પછી જ ભૂતપ્રકૃતિ થકી મોક્ષ સંભવે છે. જૈનદષ્ટિએ જોતાં પણ એમ જ છે કે ભેદવિજ્ઞાન પછી જ કર્મપ્રકૃતિથી સંપૂર્ણ મોક્ષ સંભવે છે.
પરંતુ નવમા અધ્યાયની રાજવિદ્યા તો ચર્મચક્ષુથી સમજાય છે. ત્યારે આ તો માત્ર જ્ઞાનચક્ષુથી જ એટલે આત્મદર્શનથી જ સમજાય તેમ છે. એ શ્રીકૃષ્ણગુરુદેવે