________________
અધ્યાય તેરમો
૪૮૫
(૧) નિર્માનભાવ (૨) અદંભ (૩) અહિંસા (૪) શાન્તિ (૫) સરળતા (૬) સદ્દગુરુસેવા (૭) પવિત્રતા (૮) સ્થિરતા (૯) આત્મસંયમ (૧૦) વિષયવિરતિ (૧૧) અનહંકારભાવ (૧૨) જન્મ-મૃત્યુ-જરા-રોગમાં દુઃખનું અને દોષોનું નિરીક્ષણ (૧૩-૧૪) પુત્ર-દારા-ઘર આદિમાં આંતરિક અને બાહ્ય બન્ને પ્રકારે અસંગતા (૧૫) ઈનિષ્ટ યોગે મનનું સમતોલપણું, (૧૬) એકનિષ્ઠ પ્રભુભકિત (૧૩) એકાંતસેવન (૧૮) લોકસંગત્યાગ (૧૯) અધ્યાત્મજ્ઞાન નિષ્ઠા, અને (૨૦) તત્ત્વદર્શન.
'સાંગપરિભાષા પ્રમાણે કર્યું તો પ્રકૃતિ અને પુરુષ બે અનાદિ તત્ત્વો છે. છતાં સાંખ્યોની વાતને હું આ રીતે ઘટાવું છું ગુણો અને વિકારો પ્રકૃતિને લગતા છે એ ખરું. પરંતુ કાર્ય, કારણ અને કર્તાપણામાં પ્રકૃતિ હેતુભૂત છે. તેમ સુખદુઃખના ભોગમાં પુરુષ પણ હેતુભૂત છે જ. પુરુષ પ્રકૃતિની સાથે ગુણાસકિતને લીધે ભળે છે અને અહંકારથી ગુણભોકતા બને છે, તેથી જ બંધાય છે. અને એ જ કારણે સંસારભ્રમણ થાય છે. જે કંઈ જગતમાં સ્થાવર જંગમ સૃષ્ટિ દેખાય છે, તે આ કારણે જ છે. પરંતુ એટલા માત્રથી ગભરાવાની જરૂર નથી. એનાથી પર એક પર છે, એ પરમાત્મા કહેવાય છે. પરંપુરુષ કહો કે ક્ષેત્રજ્ઞ કહો, તે તત્ત્વતઃ અકર્તા છે, અલિપ્ત છે. જેમ આકાશ સુક્ષ્મ હોવાથી લેપાતું નથી, તેમ તે લપાતો નથી. તે નિર્ગુણી, અનાદિ અને અવિનાશી છે. ક્ષેત્રમાં રહેલો તે ક્ષેત્રજ્ઞ પોતાના ભૂતભાવને પલટે છે. એ રીતે પ્રભાવયુક્ત અને પ્રસનયુકત પણ તે ગણાય. છતાં સહુથી એ ભિન્ન જ છે. નશ્વરોમાં અવિનાશી છે. દેહના અમુક ભાગમાં છતાં સર્વત્ર સૂર્યની જેમ પ્રકાશે છે. સૌ ભૂતોની ભિન્નતા પાછળ પણ આ દષ્ટિએ એક અખંડ એકતા છે. આટલું જે જાણે છે, તે કદી આત્મઘાત કરતો નથી, આત્મવિકાસ જ કરે છે. પછી અગાઉ કહ્યું તેમ ગમે તે માર્ગે કરે ! જો એ સાંખ્યસિદ્ધાંતનું અવલંબન લે તો એમ સમજે કે પ્રકૃતિથી જ સર્વ પ્રકારે કર્મો કરાય છે. માટે મારે આત્માભિમાન ન રાખતાં નવેસરથી વિવેકભર્યા સત્કર્મો કરવાં જોઈએ અને જૂનાંને રાગદ્વેષ વગર અહીં સહી લેવાં જોઈએ.” જો વેદાંત સિદ્ધાંતનું અવલંબન લે તો એમ સમજે કે મારે બીજાને કષ્ટ પહોંચાડતાં પહેલાં એમાં પ્રભુ છે એ ખ્યાલ રાખી અટકવું જોઈએ, અને સંતોષ આપવા તપ્પર રહેવું જોઈએ. તેમજ બીજા મને દુઃખ પહોંચાડે ત્યારે તે માયાવશ છે, એમ ધારીને જતું કરવું જોઈએ.” બસ, ફરી ફરીને આટલું જાણી લે.
"કૌતેય ! આ રીતે પ્રકૃતિ-પુરુષનું રહસ્ય અગર ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનું રહસ્ય જે જાણે, તે પરંગતિ પામી જ જાય છે."