________________
ગીતા દર્શન
અધ્યાય ચૌદમો ઉપોદ્ઘાત
સાતમા અઘ્યાયમાં વિજ્ઞાનયુકત જ્ઞાન - એટલે કે આત્મા સાથેના સૃષ્ટિસંબંધના જ્ઞાનની શરૂઆત કરેલી. ત્યારથી અક્ષરરૂપે, પરંબ્રહ્મરૂપે ક્ષેત્રજ્ઞરૂપે, શેયરૂપે, જ્ઞાનરૂપે એમ આત્મા વિષે ખૂબ વિસ્તારપૂર્વક કહેવાઈ ગયું. અને અર્જુનને ગળે એ વાત તો ઊતરી ગઈ. પરંતુ હવે આત્માથી ઈતર જે તત્ત્વ છે, તે વિષે જાણવાની અર્જુનની તીવ્ર ઉત્કંઠા જાગૃત થઈ ગઈ.
જો કે નવમા અઘ્યાયમાં "મારા-અઘ્યક્ષપણા નીચે પ્રકૃતિવશ ચરાચર પ્રાણી જન્મતાં હોઈને, સર્વત્ર હું-આત્મા - છું” એમ કહેવાયું જ છે.
ભૂતભાવ ક્ષર-વિનાશી-છે, એમ આઠમા અઘ્યાયમાં અગાઉ જ કહેવાયું છે. ઉપરાંત તેરમા અઘ્યાયમાં તો સાંપ્યોકત પ્રકૃતિનો સર્વવ્યાપક દ્દષ્ટિએ વિચાર રજૂ કરી શરીરને સવિકાર ક્ષેત્ર ઠરાવીને એમાં રહેલાં વિકાર અને ગુણો પ્રકૃતિને લગતા છે એમ પણ બતાવ્યું છે. "છતાં પ્રકૃતિ એકલી કશું ન કરી શકે પણ પ્રકૃતિનો ગુણસંગી જીવ એની સાથે ભળે ત્યારે જ સૃષ્ટિક્રિયા થાય,” એમ પણ સાથે સાથે સૂચવ્યું છે. આટલા ખુલાસા પછી પણ "પ્રકૃતિનો આત્મા અને સંસાર જોડે શો સંબંધ ? એ સંબંધથી જીવ પર પ્રકૃતિજન્ય ગુણોની થતી અસર શી ? ત્રણ ગુણો કયા ? એ ત્રણે ગુણો જીવને શી રીતે બાંધે છે ? જીવસંગી એ ત્રણે ગુણોનાં પરિણામ શાં ? એ જીવસંગી ત્રણે ગુણો એકેક જુદાજુદા રહી શકે કે સાથે જ રહે ? અને જો સાથે જ રહે તો એમનું પ્રમાણ વસ્તું-ઓછું થાય કે નહિ ? પ્રમાણ વસ્તુંઓછું કે ન થાય તો ગુણસંગી જીવોમાં મૂળ આત્મા(સૌનો)સમાન હોવા છતાં વિચિત્રતા કયે કારણે દેખાય છે ? એ વિચિત્રતાને કેવળ-માયા ન જ કહી શકાય, તો પછી વસ્તું ઓછું પ્રમાણ એ ત્રણે ગુણો પૈકી થવું જોઈએ, અને થાય તો જીવોની વિચિત્રતા છે, એ બરાબર સમજાઈ રહે છે, પણ ઓછું વત્તું પ્રમાણ કયા આચરણથી થાય ? એ ત્રણેની હાનિવૃદ્ધિ વખતે તે તે જીવની શી સ્થિતિ હોય ? એ ત્રણે ગુણોની વૃદ્ધિથી જ સંસાર હોય તો એનો ઘટાડો કઈ રીતે થયો એમ ઓળખી શકાય ?" આ