________________
અધ્યાય ચૌદમો.
૪૮૭
સવાલ રહે જ છે. એટલે અર્જુનને ઉદ્દેશીને ગીતાકાર, શ્રીકૃષ્ણમુખે આ બધું કહેવડાવે છે. અને છેવટે અર્જુન પૂછે છેઃ "અંતે તો ગુણોનો ઘટાડો કરીને એ ત્રણે ગુણોના બંધનથી જીવે મોક્ષ મેળવવો, એ જ જો અંતિમ માર્ગ હોય તો એવા ત્રિગુણાતીત પુરુષનાં ચિહન કયાં? એવા પુરુષની ચર્યા કેવી? કેમ ત્રણે ગુણોને વટાવાય?" આનો ઉત્તર પણ ગીતાકાર શ્રીકૃષ્ણમુખે અહીં અપાવી દે છે. અહીં સ્થિતપ્રજ્ઞ, ભકત અને આ ત્રિગુણાતીતનાં ઘણાં ખરાં લક્ષણો સરખાં આપી પોતાની નિષ્પક્ષપાતી દૃષ્ટિ સિદ્ધ કરી છે. આ રીતે આ અધ્યાય સૃષ્ટિવિજ્ઞાનના ઊંડા જિજ્ઞાસુઓ માટે આકર્ષક બન્યો છે.
જૈનસૂત્રોમાં આ વિષય ખૂબ જ વિસ્તારપૂર્વક અનેક સ્થળે ચર્ચાયો છે. એની વ્યવહારુ વાસ્તવિકતા સચોટ સમજાવવાને કારણે જનસૂત્રોનો મહિમા ખૂબ છે. ગીતાના આ અધ્યાયની સાથે સંક્ષેપે એ વિષયનું સમન્વયીકરણ આપણે કરીશું, એથી એ વસ્તુ સપ્રમાણ સમજાશે. એટલું કહી હવે આ અધ્યાયમાં પ્રવેશ કરીએ.
શરૂઆતમાં જ શ્રીકૃષ્ણગુરુદેવ કહે છે: "શિષ્ય અર્જુન ! ધીરો થા.” અને એમ બોલીને આગળ ચાલતાં ભાખે છે:
चतुर्दशोऽध्यायः
અધ્યાય ચૌદમો परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तम् । यज्ज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितोगताः ।।१।। इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः । सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च ||२|| પર ફરી હું ભાખીશ, જ્ઞાનોમાં જ્ઞાન ઉત્તમ; જે જાણી સૌ મુનિ પામ્યા પરંસિદ્ધિ અહીં થકી. ૧ આ શાને આશ્રયી જે તે, પામ્યા મારી સધર્મતા;
સર્ગે પણ ન જન્મે ને, ન પામે પ્રલયે વ્યથા. ૨ (ભારત ! જ્ઞાનોમાં પણ ઉત્તમ અને પર (એવું જે) જ્ઞાન (તે) હું તને) ભાખીશ, કે જે જાણીને સર્વે મુનિઓ અહીંથકી (આ મનુષ્યદેહે દેહ છૂટ્ય) પર સિદ્ધિ (પરંગતિ)ને પામ્યા છે.