________________
૫૦૮
(अध्यात्मनिष्ठा विनिवृत्तकामाः ) पाठा. द्वंद्वैर्विमुक्ता सुखदुःखसंज्ञ
ગીતા દર્શન
र्गच्छन्त्यमूढाः पदमव्ययं तत्
||||
ન સંગતા કે સુખદુઃખદ્રો, ન જેમને કામ, ન માનમોહ; અઘ્યાત્મનિષ્ઠા વળી જેમને તે, પામે અમૂઢો પદ અવ્યયી એ. પ
જેમને માન અને મોહ પજવતાં નથી, જેમણે સંગદોષ ઉપર જીત મેળવી છે, જેમની અઘ્યાત્મભાવમાં નિષ્ઠા છે, જેમની કામનાઓ શમી ગઈ છે, જેઓ સુખદુઃખનાં દ્વંદ્વોથી છૂટી ગયા છે, એ અમૂઢ-જ્ઞાની-પુરુષો એ અવ્યયી પદને પામે છે.
નોંધ : જૈનસૂત્રોની દૃષ્ટિથી આ ક્ષીણકષાયી નામના બારમા ગુણસ્થાનકની દશા વર્ણવી છે. આ બારમા ગુણસ્થાનક પછી નિશ્ચે અપુનરાવૃત્તિવાળું પદ પમાય છે, એમ જૈનસૂત્રો પણ કહે છે. આ પરથી સહેજે સમજાશે, કે 'નામ, રૂપ ગમે તે હો, માત્ર ઉપલા ગુણો સાધી લે. એટલે એનો મોક્ષ નક્કી છે.’
એમ જ ગીતા માને છે. એ અવ્યયી પદ અને પોતાના પરંધામ વચ્ચે કશો જ વિરોધ નથી એ જેમ અગાઉ કહ્યું છે, તેમ ફરીથી અહીં પણ કહે છે. અને વળી તે પદનો મહિમા પણ બતાવે છે:
न तद् भासयते सूर्यो न शशाङ्को न पावकः ।
यद् गत्वा न निवर्तन्ते तद् धाम परमं मम ॥ ६॥ તેને અગ્નિ શશી સૂર્ય, ન પ્રકાશ દઈ શકે; જ્યાં જઈ ન વળે પાછા, તે પરંધામ છે મમ. ૬
તે સ્થળે સૂર્ય, ચંદ્ર કે અગ્નિને પ્રકાશ આપવાનું રહેતું નથી, જ્યાં જનારને (ગયા પછી) પાછું ફ૨વાપણું નથી,તે મારું પરંધાય છે.
નોંધ : સૂર્ય, ચંદ્ર અને અગ્નિના પ્રકાશથી આત્મપ્રકાશ કોઈ ૫૨મ નિરાળી ચીજ છે. જૈનસૂત્રો કહે છે, કે અહીં પ્રકાશનાં કિરણો પડે છે, તે તો પૌદ્ગલિક છે, અને રૂપી છે. જ્યારે આત્મા તો ચૈતન્યમય છે અને અરૂપી છે. એટલે એનો પ્રકાશ અનોખો જ હોય. એને સૂર્ય ચંદ્ર અને અગ્નિ શો પ્રકાશ આપવાનાં હતાં ? ઊલટી એની જ્યોતિની પાછળ જે તાકાત છે, તેમાં આત્માની જ્યોતિ જ ઝળકી રહી છે.