________________
અઘ્યાય પંદરમો
મૂળિયાંવાળા સંસાર-વૃક્ષની આદિ, અંત કે આધાર શોધવાની તરખડમાં પડવા કરતાં દ્દઢ અનાસિકતનું શસ્ત્ર લઈ એને છેદી અને પછી "જેના થકી આ અનાદિ પ્રવૃત્તિનો પ્રસાર થઈ રહ્યો છે, તે આદિપુરુષને જ હું પામીશ” એવો દૃઢ સંકલ્પ કરીને અપુનરાગતિવાળા ધામને શોધવું એ રાજમાર્ગ છે.”
૫૦૭
બુદ્ધદેવનો પણ આ જ સિદ્ધાંત હતો. અહીં ગીતાકારે એ જ મંતવ્યને પુષ્ટિ આપી છે.
બુદ્ધદેવના અનુયાયીઓ વિજ્ઞાનના બે ભેદ પાડે છે ઃ (૧) આલય-વિજ્ઞાન, (૨) પ્રવૃત્તિવિજ્ઞાન.
પ્રવૃત્તિવિજ્ઞાનને ક્ષણિક માને છે. છતાં આલયવિજ્ઞાનને નિત્ય માને છે. અશ્વત્થનો અર્થ પણ ક્ષણજીવી થઈ શકે છે, છતાં તેનું અવ્યય એવું વિશેષણ છે. એટલે તે નિત્ય પણ છે.
બુદ્ધદેવ પણ કહે છે :
દૃઢ વૈરાગ્યશસ્ત્રથી સંસારવૃક્ષ છેદો, પછી આપોઆપ સંસારથી પર એવું નિવાર્ણધામ મળશે. બાકી વૈરાગ્ય વિના સંસારનાં આદિ, અંત અને મૂળ તથ્યરૂપે શોધવાં કે પુરુષની ઓળખાણ કરવી અશકય છે. માટે એ આદ્યપુરુષને પામું કે જેનાથી આ પ્રવૃત્તિ-વિજ્ઞાન વિસ્તર્યું' એવો સંકલ્પ ભલે કરો, પરંતુ માત્ર બોલવાથી એ મળી જાય તેમ નથી.
શ્રમણસંસ્કૃતિ 'અસંગતા’ ઉપર ભાર આપે છે, તેનું કારણ એ જ છે.
સંસાર અને આત્માનો વિચાર ભલે કરો, પરંતુ આચરણ વિના યથાર્થ સ્વરૂપ અહીં ઉપલબ્ધ થતું જ નથી. અસંગતા એ સંસાર વૃક્ષને છેદવાનો સફળ કુહાડો છે.
અગાઉ ગુરુદેવ બધાં દર્શનોની દ્દષ્ટિએ પ્રતિપાદન કરી ગયા છે, તેમ અહીં શ્રમણસંસ્કૃતિ જેમાં જૈન શ્રમણ અને બૌદ્ધ શ્રમણ બન્નેનો સમાવેશ થાય છે, તે દૃષ્ટિએ પ્રતિપાદન કર્યું છે. "કર્માનુબંધીનિ મનુષ્યલોકે” કહીને કર્મનો કાયદો અને મનુષ્યગતિમાંથી જ મોક્ષ એ પણ દઢ રીતે સાબિત કર્યુ છે. મતલબ કે એમને જગતનાં સર્વ મંતવ્યોનો સમન્વય જ ક૨વો છે, કોઈનું ખંડન નહિ. અને વસ્તુતાએ સત્ય પણ તે જ છે.
निर्मानमोहा जितसङ्गदोषा
अध्यात्मनित्या विनिवृत्तकामाः