________________
અઘ્યાય ચૌદમો
(૩) સિદ્ધ ગતિ કહી શકાય. જૈનસૂત્રો તો કહે છે, સિદ્ધ થવાના ચૌદ પ્રકાર છે. પણ થયા પછી સૌની એક જ દશા છે.
૪૮૯
હવે ગીતાકાર અગાઉના અઘ્યાયોમાં કહેવાઈ તે કરતાં બીજા શબ્દોમાં અને વધારે ચોખવટથી શ્રીકૃષ્ણમુખદ્વારા બે જ શ્લોકમાં સૃષ્ટિવિજ્ઞાનની વાત ફરીને કહી નાખે છે.
मम योनिर्महद्ब्रह्म तस्मिन् गर्भं दधाम्यहम् । सम्भवः सर्वभूतानां ततो भवति भारत ||३|| सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः 1 तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिताः ||४|| મારી યોનિ મહત્-બ્રહ્મ, તેમાં મૂકું હું ગર્ભને; સંભવ સર્વ ભૂતોનો, તે થકી થાય ભારત ! ૩ કૌંતેય ! સર્વ યોનિમાં, સંભવે મૂર્તિઓ ય જે;
તેની યોનિ મહત્-બ્રહ્મ, બીજ દેનાર હું પિતા. ૪
ભારત! મારી યોનિ મહત્-બ્રહ્મ છે. તેમાં હું ગર્ભ મૂકું છું. અને તેથી સર્વ ભૂતોની ઉત્પત્તિ થાય છે. વળી કે (કુંતીપુત્ર) કૌતેય ! સર્વ યોનિઓમાં જે જે મૂર્તિઓ (વ્યકિતઓ) સંભવે છે, તે (બધા)ની યોનિ મહત્-બ્રહ્મ છે, અને બીજારોપણ કરનાર પિતા હું (પુરુષ) છું.
નોંધ : મહત્તત્ત્વ એ સાંખ્યપરિભાષાનો શબ્દ છે. એને 'અવ્યકત' પણ કહેવાય છે. મૂળ પ્રકૃતિ પણ કહેવાય છે. કારણ કે મહત્ની સાથે અહીં બ્રહ્મ શબ્દ વપરાયો છે. યોનિનો અર્થ આદિકારણ પણ છે, અને યોનિનો અર્થ જાતિ પણ છે. ત્રીજા શ્લોકમાં આદિ કારણ તરીકે લઈને બહુવચનવાળો પ્રયોગ લીધો. પરંતુ છેવટે તો તે સાકાર-એટલે કે દેહધારી માત્ર, પછી તે ચર હો કે અચર હો ! પણ તે સૌની યોનિ એટલે કે આદિકારણ તો મહત્-બ્રહ્મ જ છે. અને એને બીજદાતાર પિતા તો આત્મા જ છે.
જૈનપરિભાષા પ્રમાણે ગોઠવીએ તો આ બીના ભારે ચોખ્ખી થશે, અને તે આ રીતે કે : "મહત્-બ્રહ્મ એટલે ભાવકર્મ. આનો સીધો સંબંધ આત્મા સાથે હોઈને તે આત્માની યોનિ જ ગણાય. અને ભાવકર્મ પછી જ દ્રવ્યકર્મ સંભવે છે. અને દ્રવ્યકર્મથી આ આખો સંસાર છે. એટલે સૌનું મૂળકારણ ભાવકર્મ છે, અને એ