________________
ધ્યાય અગીયારમો
૪૪૧
अर्जुन उवाच । दृष्ट्वेदं मानुषं रुपं तव सौम्यं जनार्दन । इदानिमस्मि संवृत्तः सचेताः प्रकृत्तिं गतः ।। ५१ ।।
અર્જુન બોલ્યા : સૌમ્ય આ માનુષી રૂપ, દેખી તારું જનાર્દન !
હવે સચેત સંવર્યો, પ્રકૃતિમાં ગયો થકો. ૫૧ જનાર્દન ! (દુષ્ટતાને દમનાર !) આ તારું મનુષ્ય સંબંધી સૌમ્યરૂપ ભાળીને હવે પ્રકૃતિમાં (મૂળ સ્વભાવમાં) ગયો થકો સચેત (સાવધ) થયો છું.
નોંધ : ગીતાની શબ્દરચના ભારે ખૂબીવાળી છે. આપણે ગીતાપ્રારંભમાં સાધકને ઉદ્દેશીને એમ વારંવાર કહેલું છે કે અર્જુનને ઠેકાણે તેઓ જિજ્ઞાસુ મન” લેશે તોપણ ઘટશે. અહીં શ્રીકૃષ્ણગુરુએ એ જ વાત સાબિત કરી આપી છે.
માનુષી રૂપ જ્યારે દેહધારી ચૈતન્ય ધારણ કરે છે, ત્યારે જિજ્ઞાસુ મનને સરસ કાવે છે. તેમ શ્રીકૃષ્ણચંદ્ર જ્યારે સૌમ્ય મનુષ્ય બની ગયા ત્યારે અર્જુનને પણ સરસ ફાવી ગયું. કે અર્જુનપણે પ્રકૃતિનો અર્થ મૂળસ્વભાવ અને સચેતપણાનો અર્થ સાવધાનપણું
તથા જિજ્ઞાસુ મનને પક્ષે પ્રકૃતિ. એટલે જૈનદષ્ટિએ કર્મપ્રકૃતિ અને ગીતાદ્રષ્ટિએ અિપરાપ્રકૃતિ. તથા સચેતપણાનો અર્થ સચેતન્યવંતપણું. મન જ્યારે આત્માસંગી બને છે ત્યારે જ તે સચેત ગણાય છે. (જિજ્ઞાસા એ આત્માનો સદ્દગુણ છે) અને જ્યારે તે સચેત હોય છે ત્યારે કર્મસંગી પણ હોય છે.
જો મનને બંધનું મૂળ કારણ માનીએ તો મન આવે છે ત્યારે આત્મા અને પ્રકૃતિનો યોગ થાય છે અને સંસાર શરૂ થાય છે. નહિ તો પ્રકૃતિ સ્વતંત્ર રીતે પોતાના પુદ્ગલસ્વભાવ પ્રમાણે જડ રહે અને આત્મા સ્વતંત્ર રીતે પોતાના ચૈતન્યસ્વભાવ પ્રમાણે ચૈતન્યમય રહે ત્યાં મોક્ષદશા જ છે. હવે શ્રીકૃષ્ણચંદ્ર શું કહે છે?
श्रीकृष्ण उवाचः । सुदुर्दशमिदं रुपं दृष्टवानसि यन्मम । देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकांक्षिणः ।। ५२ ।।