________________
૪૪૦
ગીતા દર્શન
હો ! છતાં જે થયું તે થયું. લે; હવે ફરીને નિર્ભય અને શાંત ચિત્તવાળો થઈ જા. જો આ મારું પૂર્વનું જ રૂપ !
નોંધ : મનુષ્ય વિદ્યાભ્યાસ કરે કે માત્ર ઉગ્ર તપ કરે, વૈદિક યજ્ઞ કરે કે વેદાભ્યાસ જ કર્યા કરે અથવા દાન દીધા કરે, પણ જો અંતરવિશુદ્ધિ માટે એ ન હોય તો આત્માની ત્રિવિધ દશાનો યથાર્થ સાક્ષાત્કાર ન કરી શકે, એ દેખીતી જ વાત છે. શ્રીકૃષ્ણગુરુદેવ પણ પોતાના અર્જુન શિષ્યને એ જ માર્મિક વાત થોડા શબ્દોમાં કહી દે છે. વળી અર્જુનને એ પણ સમજાવે છે કે જો તને અભુત રૂપ જોવાનો મોહ થયો તો જ રૌદ્રરૂપ જોઈને ભય થયો. માટે બેય કરતાં પણ એવું શાંત રૂપ જ સારું છે અને તે આત્માદ્વારા આત્મા વેદે છે માટે દિવ્યતાનો મોહ પણ તજવો. હવે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને સંજય કહે છે :
संजय उवाच । इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा
स्वकं रुपं दर्शयामास भूयः । आश्वासयामा स च मीतमेन
भूत्वा पुनः सौम्यवपुर्महात्मा ।। ५० ॥
સંજય બોલ્યા : એવું વદી અર્જુનને શ્રીકૃષ્ણ બતાવતા'તા ફરી મૂળ રૂ૫; બીધેલ એને વળી તે દિલાસો દેતા હતા સૌમ્યવપુ મહાત્મા. ૫૦ (હે ધૃતરાષ્ટ્ર મહારાજન્ !) એમ ઉપર પ્રમાણે (મેં કહ્યું તેમ) બોલીને વાસુદેવ (શ્રીકૃષ્ણ) પોતાનું (મૂળ) રૂપ બતાવતા હતા અને ફરી એ બીધેલા (એવા અર્જુનને) સૌમ્ય શરીરધારી મહાત્મા આશ્વાસન આપતા હતા.
નોંધ: અહીં વાસુદેવ અને સૌમ્ય શરીરવાળા મહાત્મા એ વિશેષણ યોગ્ય જ છે. 'વાસુદેવ” અને શ્રીકૃષ્ણ' બને એનાર્થસૂચક હોઈને અને પદ્યરચનામાં વાસુદેવ બંધબેસતું ન આવવાથી શ્રીકૃષ્ણ” મૂકયું છે.
હવે અર્જુનની સ્થિતિ કેવી થઈ છે અને શ્રીકૃષ્ણ વાસુદેવે જે પોતાના શિષ્યને આશ્વાસન આપ્યું તે જોઈએ :