________________
અધ્યાય સાતમો
ઘેશ્યાઓ + મૂકવામાં આવી છે. પરા પ્રકૃતિ એટલે કર્મસંગી જીવ પોતે જ. શુદ્ધ ચેતન તો તેથી પણ પર જ છે. એ હમેશાં અવ્યકત છે છતાં એનો પ્રકાશ માયા અગર ઉપર કહેલી બે પ્રકૃતિને લીધે ઘેરાયો છે. તેથી ચોમેર વાદળથી ઢંકાયેલા સૂરજની પેઠે તદ્દન આછો દેખાય છે, છતાં છે તો ખરો જ. સંસારનો રાગ એનું જ નામ માયા. એવા સંસારના રાગની સામી બાજુ દ્વેષ છે. એટલે એ જોડકાંને લીધે મોહ જન્મે છે અને મોહ જન્મ્યાની સાથે જ સંસારનું ચલમ્ ચિત્ર ચાલુ થઈ ગયું. બસ, જ્યાં લગી અજ્ઞાનનો પડદો હશે, ત્યાં લગી એ ચિત્ર હાસ્ય-ખેદના કારણરૂપ બનવાનું. આને જ કારણે ત્રણ ગુણોથી મૂઢ થયેલું જગત અજબ અને દુસ્તર પાયામાં મોહાઈ રહેવાનું.
૩૩૭
તે જગતનો કેટલોક ભાગ તો એવો છે કે જે અજ્ઞાનના ગાઢ પડદા નીચે શેતાનરૂપ જ બની ગયો છે. આવા શેતાનને વશ થયેલો વર્ગ તે અધમ. બાકી નાતજાત, વર્ણ દેશથી તો કોઈ જ અધમ નથી. શેતાનિયતને તાબે થયેલાને તો કશું સૂઝવાનું નહિ. તેઓ તો દુરાચારી બની પરિણામે ઘોર નરકમાં સબડવાના જ.
પરંતુ એક ભાગ એવો પણ છે કે જે સત્કર્મ તરફ પ્રેરાય છે. સત્કર્મી તો બધા જ ઠીક છે પણ તેમાંય જ્ઞાની સૌથી શ્રેષ્ઠ ગણાય. એટલા માટે કે તે હંમેશાં આત્માની સામે જોઈને જ ડગલું ભરે છે. એમણે જેમાં સમર્પણ કર્યું, તેમાં જ-એક માત્ર એમની નિષ્ઠા હોય છે. તેવા પુરુષનો આત્મા અને પરમ પુરુષનો આત્મા લગારે જુદા નથી રહેતા. એટલી તન્મય ભકિત એ જ્ઞાનીની હોય છે, પણ આવી દશા તો ઘણા જન્મોની સાધનાનું પરિણામ હોય છે. એવા મહાત્મા તો આ સંસારમાં મળવા ભારે દોહ્યલા છે. એવા મહાત્માની ઓળખાણ જ એ કે તે પ્રભુને પ્રાણીમાત્રમાં જુએ છે. પાપી ઉપર પણ તે સહજ પ્રેમ ઢોળી શકે છે.
બીજો એક વર્ગ એવો પણ હોય છે કે જે કઠણ ઉપાસના કરે છે, પણ તે દેવોની. એમની શ્રદ્ધાની તો કદર કરવી જ જોઈએ. એ શ્રદ્ધામાં ઈશ્વરી અંશ જ હોય છે. તેથી તેઓ જે જે ઈચ્છા પૂરી કરવા ઈચ્છે છે, તે શ્રદ્ધાને લઈને ફળે છે. વસ્તુતઃ દેવો એટલે એમની કામનાની કલ્પનામૂર્તિ. આ રીતે તેઓ પડછાયામાં જ આત્મા માનીને મલકાય છે, પણ આત્માનું મૂળ હાથમાં આવતું નથી, એટલે એક કામના પુરાઈ, એનું સુખ ચાખે ન ચાખે ત્યાં તો સેંકડો કામનાનું દુ:ખ ઊભરાય છે. આ રીતે આત્મા, જીવ અને કર્મ એ ત્રણની રમત ચાલી રહી છે. આ રમત "લેશ્યા" જૈન પરિભાષાનો શબ્દ છે. મનના જુદા જુદા ભાવોને લીધે એની અસર શરીર ઉપર પણ પડે છે. તેવું 'લેશ્યા' શબ્દથી સૂચવે છે.