________________
૩૩૬
ગીતા દર્શન
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्म विद्यायां । योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे । ज्ञानयोगो नाम सप्तमोऽध्यायः ॥ ७ ॥
'ૐ તત્ સત્' એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી, ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં જ્ઞાનયોગ નામનો સાતમો અધ્યાય પૂરો થયો.
સાતમા અધ્યાયનો ઉપસંહાર જેનો અંત સારો તેનું બધુંય સારું. જે દાખલાનો જવાબ ખરો તે ગમે તે રીતે ગણ્યો હોય તોય તે રીત સાચી. આ રીતે જેનું મરણ સુધર્યું તેનું બધુંય સુધર્યું. પણ મરણ ત્યારે જ સુધરે કે જ્યારે જીવન નક્કર રીતે સુધરેલું હોય !
એટલે જીવનનું પરિવર્તન તે જ ચારિત્ર.
આવું ચારિત્ર સમર્પણ વિના ન આવે. એટલે કાં તો એ સમર્પણ સગુરુની દોરવણી નીચે, અથવા આત્માના પ્રત્યેક ધ્વનિ નીચે હોવું જોઈએ. આમાંથી ભકિતનો ઉગમ થયો. હૃદયનું પરિવર્તન કરાવે તે જ ધર્મ, એ વ્યાખ્યા લઈશું તો ધર્મ એ જ ભકિત અને ભકિત એટલે સ્વધર્મ.
પણ આવી આત્મભક્તિને સારુ કે ગુરુની આત્મભકિતને સારુ જ્ઞાન જોઈએ. એટલે આ અધ્યાયમાં વિજ્ઞાનવાળું જ્ઞાન કહેવાયું. વિશ્વવિજ્ઞાન જે આત્મજ્ઞાનમાં સમાઈ જાય છે તે આત્માની શકિત પણ અગાધ જ હોય, એટલે જગતનાં સર્વ તત્વોમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, જ્યાં જુઓ
ત્યાં હું એટલે આત્માનું તેજ વિલસી રહ્યું છે. આ અપેક્ષાએ સર્જન પ્રલયનાં કારણો અને વ્યકિત માત્ર આત્માને લીધે છે. છતાંય જેમ મણકામાં રહેલો દોરો મણકાથી જુદો, સ્વતંત્ર અને સહુનો સંકલનાકાર છે, તે જ રીતે મૂળે આત્મા પોતાના સ્વભાવમાં મગ્ન છે એમ શ્રીકૃષ્ણજી અર્જુનને સમજાવે છે.
જીવની નજીકની સામગ્રીને એમણે અપરા પ્રકૃતિ તરીકે ઓળખાવી. પ્રકૃતિના ઘણા અર્થ થાય. આ રીતે જૈન દષ્ટિએ જે કામણ શરીર જીવ-રાગી છે તેને અપરા પ્રકૃતિ તરીકે ઓળખાવી શકાય. તે ત્રિગુણાત્મક છે, પરંતુ સાત્ત્વિક, રાજસી અને તામસી ભાવોમાં જે તેજ-તિમિર દેખાય છે તે મૂળ આત્માના પ્રકાશનું ઓછું કે વધુ ઓછું કિરણ જ છે. જૈનસૂત્રોમાં ત્રણ ગુણને ઠેકાણે છે