________________
૩૩૮
ગીતા દર્શન
આત્મજ્ઞાની વિના કોણ જાણી શકે? જેને સંપૂર્ણ આત્મજ્ઞાન થયું તેને તો ભૂત, દૈવ, યજ્ઞની ઉપાસનાઓ વગેરે બાળરમકડાં જ લાગે છે. છતાં તેઓ પણ પ્રયત્ન તો કરે જ છે. અને તે જરામરણના મોક્ષ માટે. આવા પુરુષો પોતાને જાણે છે, અને જીવમાત્રના ચૈતન્યને પણ જાણે જ છે. તેમ સંસારના યથાર્થ સમગ્ર સ્વરૂપને ખોબામાં પાણી દેખાય તેમ નિજ આત્માદ્વારા અનુભવી શકે છે.
આવી સ્થિતિ માટે એક આત્માને જ અવલંબીને મથવું જોઈએ. કામનાને અધીન કોઈપણ સંયોગોમાં કદી ન થવું જોઈએ. તેથી અંત:કરણની શુદ્ધિ થાય છે, અજ્ઞાનનો પડદો ખસે છે, આચારમાં સત્ય શીધ્ર અવતરે છે, સુખ-દુઃખના પ્રસંગોમાં મૂંઝવણને બદલે સમભાવ રહે છે, અને છેવટ એવી સ્થિતિ થાય છે કે જેથી સહજ પ્રયત્ન મોક્ષ મળે છે.
સારાંશ હૃદયનું પરિવર્તન કરનારી ભકિત એ અજોડ ઉપાય છે. જીવનનું પરિવર્તન કરનારું ચારિત્ર એથી જ જન્મે છે કે જેનું પરિણામ મોક્ષ છે.