________________
૫૭ર
ગીતા દર્શન
કામનાનું તત્ત્વ તો નહિ રહ્યું હોય? કર્મની એ પ્રેરણામાં શાં કારણો હશે? કમ પાછળ કયું કયું તત્ત્વ કામ કરે છે? જો બુદ્ધિ, ધૃતિ, સુખ, ભાવના આદિ હોય તો એ વળી સંસાર વધારાનારાં કાં ન થઈ પડે?
શ્રૌત માર્ગનાં યજ્ઞ, દાન, તપ આદિ કર્મોની શી જરૂર છે? તે તો સ્વર્ગદતા હોઈને તેમાં જે ફળ મળે છે, તેને તો વટાવી જવું એમ ગુરુદેવે(૮-૨૮માં) કહ્યું જ છે. તો પછી યુદ્ધમાં મારે જોડાવું જ' એવો આગ્રહ ગુરુદેવ શા માટે કરે છે ? હા; ગુરુદેવે કહેલું કે ક્ષત્રિયોને માટે અનાયાસ પ્રાપ્ત યુદ્ધ એ ધર્મ છે. પરંતુ ભલે ધર્ખ હોય તોયે તે ધર્મ તો સ્મૃતિશાસ્ત્રનો ને ? જોકે ગુરુદેવે એ પણ કહ્યું છે કે વર્ણાશ્રમવ્યવસ્થાનો કર્તા હું છું.” પણ સંન્યાસ એ પણ શું વર્ણાશ્રમમાંનો જ નથી? સંન્યાસીઓ કયાં વર્ણધર્મ બજાવે છે? છતાંય એમનો મોક્ષ તો ગુરુદેવે પણ બતાવ્યો છે. જો કે તેઓ સંન્યાસીને પણ યોગ જરૂરનો કહે છે અને રાગદ્વેષમાં ન ફસાય તેને જ સંન્યાસી કહે છે. પણ તો પછી હવે હું સંન્યાસી શબ્દ ન વાપરતાં ત્યાગી જ વાપરું. અને જો ત્યાગ એ પણ મોક્ષદાયક હોય તો હું આ યુદ્ધમાં ન ભળે તો કશી મને હરકત ન આવે.માટે એ વિષે જ છેલ્લે છેલ્લે પૂછી લઉં. આ જાતના મંથન પછી અર્જુન બોલે છે: "હે ઈન્દ્રિયોના સ્વામી ગુરુદેવ ! હું સંન્યાસનું તત્ત્વજ્ઞાન અને ત્યાગનું તત્ત્વજ્ઞાન જુદું જુદું અને ચોખવટથી હવે જાણી લેવા ઈચ્છું છું. આપે મારા પર અત્યંત અનુગ્રહ કરી આવા મંથનકાળમાં ભવ્ય માર્ગદર્શન કરાવ્યું છે. આટલું જાણ્યા પછી હવે મને લાગે છે, મારા પ્રશ્નોનો અંત આવી જશે અને હું નિશ્ચિત નિર્ણય જાતે કરી શકીશ.” આ રીતે આ અધ્યાયની શરૂઆત છે. અને એનો સચોટ જવાબ અર્જુનના ગુરુદેવ આપે છે. અને અર્જુનની જેમ બીજા સાધકોને પણ પ્રેરણા પાઈ દે છે. છેવટે અર્જુન નિશ્ચય કરે છે. આ વાત કહેનાર સંજય ધૃતરાષ્ટ્રને કહેતાં હર્ષથી પુલકિત થઈને છેલ્લું અભુત આત્મપ્રેરક વાકય બોલે છે, જે બધું આપણે હવે જોઈશું. આ રીતે આ અધ્યાયમાં મોક્ષ અને સંન્યાસના યોગની બીના હોઈને આ અધ્યાયનું નામ મોક્ષસંન્યાસયોગ છે. આ અધ્યાયને અગાઉના સત્તરે અધ્યાયોનો ઉપસંહારરૂપ અધ્યાય કહીએ તોપણ ચાલે. કારણ કે અર્જુનનો આ છેલ્લો, રાંન્યાસ અને ત્યાગનું તત્ત્વજ્ઞાન જાણવા સારુ મૂકેલો પ્રશ્ન જ એવો છે કે જેમાં જ્ઞાન, ભકિત અને કર્મયોગની બીના આવવી જોઈએ. એટલે ભલે અક્ષરે અક્ષર નહિ, તોય મુખ્ય મુખ્ય તો કહેવાયેલી બાબતોય ગીતાકારને ફરીથી અહીં કહેવી જ પડે ! આ રીતે આ ઉપસંહારરૂપે સહેજ બનેલો આ અધ્યાય પ્રેરણાદાયક છે, માટે જ એ દષ્ટિએ બહુ મૂલ્યવંતો પણ છે.