________________
અધ્યાય અઢારમો
૫૭૩
अष्टदशोऽध्याय અધ્યાય અઢારમો
अर्जुन उवाच संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् । त्यागस्य च हृषीकेश पृथक् केशिनिषूदन ||१||
અર્જુન બોલ્યા : સંન્યાસનું મહાબાહો ! ઈચ્છું છું તત્ત્વ જાણવા;
ને ત્યાગનું હૃષીકેશ, પૃથક્ કેશિનિષ્પદન. ૧ હે (મોટા હાથવાળા) મહાબાહુ! હું સંન્યાસનું તત્ત્વ જાણવા ઈચ્છું છું અને તે ઈન્દ્રિયોના ઈશ્વર, હે કેશિ-દૈત્યના વિનાશક ! ત્યાગનું પણ તત્ત્વ નોખું જાણવા ઈચ્છું છું.
નોંધ : અહીં મોટા હાથવાળા, ઈન્દ્રિયોના ઈશ્વર અને કેશિદૈત્યના અંત કરનાર એમ શ્રીકૃષ્ણચંદ્રને માટે ત્રણ વિશેષણો વપરાયાં છે, અને તેમાં પણ સંન્યાસ આગળ મહાબાહુ વિશેષણ વપરાયું છે અને ત્યાગ આગળ ઈન્દ્રિયોના ઈશ્વર એ વિશેષણ વપરાયું છે, તે પણ હેતુસરનું છે. સંન્યાસ કરતાં ત્યાગ ઉચ્ચ દરજ્જાનો શબ્દ છે, વ્યાપક અર્થમાં આવીને એ ઉચ્ચ ભાવ પણ બતાવે છે. જ્યારે સંન્યાસ અને ત્યાગનો સામાન્ય રીતે તો એકાર્યમાં જ વપરાશ છે. અગાઉ સંન્યાસ શબ્દ “સંકલ્પનો સંન્યાસ' એ અર્થમાં શ્રીકૃષ્ણચંદ્ર વાપર્યો છે અને સર્વાભત્યાગ' ફલત્યાગ' એમાં ત્યાગ વાપર્યો છે. એટલે અગાઉથી ચાલી આવતી પરિભાષા પ્રમાણે તે સંન્યાસ એટલે સંન્યાસાશ્રમ અને ત્યાગ એટલે કર્મનો ત્યાગ એવા અર્થમાં સંન્યાસ અને ત્યાગ શબ્દ વપરાય છે. તો આમ શ્રીકૃષ્ણગુરુ પાસેથી અર્જુન એ બન્ને શબ્દની તાત્ત્વિક વ્યાખ્યા માગે તે વાજબી જ છે, તે પ્રશ્નનો જવાબ આ રહ્યો :
श्रीकृष्ण उवाच काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः । सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः ।।२।।