________________
અધ્યાય સત્તરમો
૫૬૯
ખાસ તો કશો અર્થ નથી. પરંતુ જે કશું આપતા જ નથી, અથવા તામસી દાન કરે છે, તે કરતાં તો ઠીક જ લેખાય. તામસી દાનવાળાંના દાનનાં પાત્ર પણ 'જૈસે કો તૈસા મિલે' એ કહેવત અનુસાર તેવાં જ મળે છે. વિલાસ અને ખુશામતખોરીને
જ્યાંથી પોષણ મળે, ત્યાં તેનું દાન વપરાય ! અસત્કાર અને વિજ્ઞામાં તો એ રચ્યાપચ્યા જ હોય ! એટલે માનવબન્યુનું અપમાન કે પવિત્ર માતૃજાતિનો દુરુપયોગ અને સાથે જ શાનો ? માટે આવા તામસી દાનથી તો દૂર રહેવાનું કહું જ છું, પણ સાથે સાથે તને આવા તામસી દાતાથી અને એવાં તામસી કપાત્રો-વાચકો-થી પણ વેગળા રહેવાનું જ કહું છું.
ભલા અર્જુન ! હવે એ કહેવાની ફરી ફરીને જરૂર છે ખરી કે અશ્રદ્ધાની ક્રિયા તો આલોકમાં ને પરલોકમાં બન્ને સ્થળે વ્યર્થ જ છે ? ભલેને પછી ધર્મને નામે થતી હોય, તો ય એ તો અસત જ છે, મિથ્યા છે ! !
ફળની ઈચ્છાથી રહિત એવી સાત્ત્વિક શ્રદ્ધાથી યુક્ત ધર્મક્રિયા સારી છે. અને આત્મલક્ષી શ્રદ્ધાવાની ક્રિયામાત્ર, પછી ભલેને ધર્મને નામે લોક ન ઓળખતા હોય તોય તે, સર્વોત્તમ જ છે. એ ક્રિયામાં સર્વ ધર્મ, સર્વ શાસ્ત્રો અને સર્વ શ્રદ્ધાઓ સમાઈ જ જાય છે.
આત્મલક્ષી શ્રદ્ધાવાળી ક્રિયાનું બીજું નામ જ યોગ છે; અને આત્મલક્ષી શ્રદ્ધાવાળી ક્રિયામાં કુશળ એવા યુકત યોગીને જ હું ઉચ્ચાત્મવાન માનું છું."