________________
અધ્યાયનવમો
૩૮૫
લઈને પરંગતિ (મોક્ષગતિ) પામે છે.
તો પછી પવિત્ર એવા ાહ્મણો અને ભકત એવા રાજર્ષિઓનું તો પૂછવું જ શું? (ત તો જરૂર મોક્ષગતિ મેળવી જ શકે, માત્ર મારો આશરો લેવાવો જોઈએ.).
(તો હે પરંતપ ! વિચાર તો કર, કે કયાં એ મોક્ષગતિનું શાશ્વત સુખ અને કયાં આ અનિત્ય એવા માનુષી ભોગોની પાછળનું અસુખ એટલે જ કહું છું, કે) અનિત્ય અને અસુખી એવા આ લોકને પામીને (રાચેલો, તું, એનો મોહ છોડી) મને ભજ. | (સર્વ પ્રકારે મારામાં સમર્પિત થઈ જા) મારામાં મન રાખ. મારો ભકત થા. મારો યાચક થા. (મને જ યજ્ઞ માનીને આરાધ અગર પૂજ) મને નમસ્કાર કર. એમ મારામાં પરાયણ થઈને મારી સાથે તારા આત્માને જોડીને તું મને જ પામીશ.
નોંધ : ગીતાકાળમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયોનો મહિમા વધુ હશે. કારણ કે બ્રાહ્મણો અને ક્ષત્રિયો પૈકીના એક, દેશની સંસ્કૃતિના, અને બીજા-સમૃદ્ધિના સંરક્ષક હતા. એટલે જ અહીં બ્રાહ્મણોને 'પુણ્ય' અને રાજર્ષિને 'ભક્ત' વિશેષણ લાગ્યું છે, તે સાર્થક છે, શાસ્ત્રકાળમાં વ્યાસજીને અધીન રહેલા જનક, અગર વસિષ્ઠને આધીન રહેલા રામ, અને ઈતિહાસ કાળમાં રામદાસ મહાત્માને અધીન રહેલા શિવજી; આ બીનાનાં સચોટ ઉદાહરણ છે. એથી બ્રાહ્મણો પણ કેવા હતા એ ખ્યાલ આવે છે. એ દષ્ટિએ સ્ત્રી, વૈશ્ય તથ શૂદ્રને સમાજ-આધારનું બાહ્યકાર્ય ઓછું હતું. પણ એથી એ ભૂલવા જેવું નથી કે એમના અંતરંગ કાર્યથી જ ઉપલા બે વર્ગનું બહિરંગ કાર્ય નભતું હતું. મતલબ કે કોઈનો દરજ્જો ઉચ્ચ કે નીચ હતો એમ આ પરથી કોઈ ન માની લે, આ વિષે અઢારમા અધ્યાયમાં વિશેષ બીના આવશે.
શ્રીકૃષ્ણગુરુ પાપયોનિ' વિશેષણ, સ્ત્રી, શૂદ્ર કે વૈશ્ય માટે નથી વાપરતા, પણ એવા જે વર્ગના જીવો હોય, તેમને માટે વાપરે છે, અને છતાંય જો એવા પાપયોનિ વાળા કે દુરાચારીઓ પણ પ્રભુ તરફ વળે તો મોક્ષ પામે છે, એમ કહી સહુને માટે મોક્ષના દરવાજા ઉઘાડા મેલી દે છે. તે કોઈને માટે બંધ નથી. કોઈ બંધ કહેતું હોય તો કહેનારના કથનમાં કયાંક દષ્ટિભેદ છે એમ બતાવે છે. અને સાથેસાથે આ પરથી અર્જુનને પ્રેરણા પણ આપે છે કે જો એવાનો મોક્ષ હોય તો પછી તારો કાં ન હોય? કારણ કે તું ભક્તરાજર્ષિ કોટિની પરીક્ષામાં બેસે તો