________________
ગીતા દર્શન
અર્જુન ! (તેં મને ગુરુભાવે માન્યો. એટલે મેં આટલું બધું વિવેચન કર્યુ, તું રખે એમ માનતો કે શ્રીકૃષ્ણચંદ્ર પોતાના ઘરનું આ બધું કહે છે !
દરર
ધનંજય ! શ્રીકૃષ્ણરૂપી શરીરના હૃદયભાગમાં બેઠેલો ઈશ્વર કે જે વિશ્વમાત્રનો સાક્ષી છે, તેની પ્રેરણાથી હું બોલું છું. તારા હૃદયપ્રદેશમાં પણ એ છે જ અને તે જ રીતે સર્વત્ર છે. એટલે તું મારે શરણે આવે કે તેને શરણે જાય એ બન્ને એકસરખું જ છે. માટે જ કહું છું :) સર્વભૂતોના હૃદયદેશમાં (હૃદયરૂપી ક્ષેત્રમાં) ઈશ્વર વસે છે. (એની ઓળખાણ એ કે) માયાથકી યંત્ર (સંસારરૂપી ફજેત ફાળકા) ઉપર ચઢેલાં સર્વભૂતોને ભમાવતો થકો, તે વસે છે.
હે ભારત ! સર્વભાવથી તેને જ શરણે તું જા તેના પ્રસાદે કરીને તું પરમ શાંતિ અને શાશ્વત સ્થાન પામીશ.
આ પ્રમાણે (હે પરંતપ) ! ગુહ્યથી પણ ગુહ્ય (એવું) જ્ઞાન મેં તને કહ્યું. (હવે) એ (પરત્વે) પૂર્ણ રીતે વિચાર કરીને તારી ઈચ્છા હોય તેમ કર.
નોંધ : આ પરથી શ્રીકૃષ્ણગુરુનું પૂરું તટસ્થપણું કળાઈ રહે છે. ઈશ્વર હૃદયક્ષેત્રમાં છે, એનો અર્થ તો એ કે હૃદયક્ષેત્રમાં શુદ્ધ થઈને લોહી શરીરના દરેક ભાગમાં જાય છે. અને શરીરયંત્ર ચાલે છે. હૃદય એ શરીરરૂપી રેંટમાં બેઠેલા આત્માનું મુખ્ય કેન્દ્ર છે. યોગપરિભાષામાં એવાં બીજાં પણ કેન્દ્રો ગણાઈને કુલ્લે છ ચક્રો ગણાયાં છે.
જૈનસૂત્રોની પરિભાષા પ્રમાણે તો આત્મપ્રદેશો શરીરમાં સર્વત્ર વ્યાપેલા છે. છતાં એ પ્રદેશો ઘ્યાનસમાધિ દ્વારા કે બીજા પ્રયોગોથી અમુક સ્થળે કેન્દ્રિત થાય છે. એમને કેન્દ્રિત થવાનાં સ્થળોમાં હૃદય મુખ્ય કેન્દ્ર છે, માટે અહીં હૃદયક્ષેત્રે ઈશ્વર રહે છે, એમ કહ્યું છે. હૃદયક્ષેત્રને નિર્મળ રાખવાનો પણ આ કથનની પાછળ ઊંડો ઊંડો આશય છે.
માયા વડે શરીરયંત્ર ઉપર જીવ બેસે છે અને ભૂતભાવ પામે છે તથા સંસારભ્રમણ કર્યા કરે છે. સંસારના પરિભ્રમણમાં પણ આત્મપ્રકાશ જીવની સાથે જ હોય છે. માટે ઈશ્વરને ભમાવનાર તરીકે અહીં ઓળખાવ્યા. ઈશ્વર સહુમાં છે. તે સૃષ્ટિકર્તા નથી અને છે. તટસ્થરૂપમાં જે ઈશ્વરી પ્રકાશ છે તે ભાવે તે સૃષ્ટિકર્તા નથી; અને પ્રકૃતિના ગુણસંગે રાચેલો જીવ કે જે ઈશ્વરી પ્રકાશનો જ ભાગ છે, તે ભાવે સૃષ્ટિકર્તા છે. કારણ કે તે જીવ કર્મ કરે છે અને એનાં ફળ ભોગવે છે. જોકે કાર્ય, કારણ, કર્તૃત્વમાં પ્રકૃતિ જ મુખ્ય હેતુ ગણાય. અને સુખદુઃખના ફલ