________________
અધ્યાય અઢારમો
કર૩
ભોકતૃત્વમાં પુરુષ જ મુખ્ય હેતુ ગણાય. એ ન ચૂકવું જોઈએ. આ વિષે અગાઉ કહેવાયું છે. પોતાના હૃદયમાં રહેલા ઈશ્વરી પ્રકાશને શરણે જવું અને સર્વભાવે જવું; તો તેનો પ્રસાદ મળે. અર્થાત્ કે દેહને સંયમહેતુ માનીને આત્મલક્ષ્ય જ પ્રવર્તવું, આવી અખંડ જાગૃતિ તે જ ઈશ્વરી પ્રકાશનું શરણ. એવો નિરંતર જાગૃત સાધક પળે પળે આત્મપ્રેરણા પામે છે. જૈનસૂત્રોની પરિભાષા પ્રમાણે શ્રીમદ્ કહે છે - તે જોઈ ગયા છીએ-કે જિનશરણ અને નિજશરણમાં આવી અપ્રમત્ત દશામાં વસ્તુતઃ કશો ભેદ નથી. એટલે ઈશ્વરનો પ્રસાદ અર્થાત્ અખંડ જાગ્રત દશાનું પરિણામ પરમશાન્તિ અને મોક્ષપદમાં જ આવે છે.
આ વાત રાજવિદ્યારાજગુહ્યયોગ' નામના અધ્યાયમાં કહેવાઈ જ હતી. આ જ્ઞાનનો પૂરો વિચાર કરનાર કદી અવળે માર્ગે તો ન જ જાય. માટે જ અર્જુનને યથેચ્છ વર્તવાનું કહ્યું. સ્વચ્છતાનો રોગ લાગુ પડે તેવી સ્થિતિથી પર જાય એટલે સાધકને સ્વતંત્રતા આપવી, એ ગુરુદેવના ધર્મપ્રમાણે શ્રીકૃષ્ણચંદ્ર આ વાત કહી દીધી છે. જૈનસૂત્રોમાં પણ ગુરુ પોતાનો અનુભવ કહી છેવટે શિષ્યની પાત્રતા જોઈને એને કહે છે, “નદીજુદું વાળુપ્રિયા ! મા પડિવë ' જેમ સુખ પડે તેમ હે દેવવલ્લભ ! તમે વર્તો; પણ પ્રતિબંધમાં ન પડો, તેમ વર્તો. કેવું સરસ વેણ ! આધ્યાત્મિક જ્ઞાનનું આ જ તીવ્રતર આકર્ષણ છે. આધ્યાત્મિક જ્ઞાનીજનો પ્રેમથી પ્રથમ વશ કરી લે છે અને પછી હૃદયની પાત્રતા જગાવી સ્વતંત્રપણે વિચારવા દે છે. પરંતુ એવો સુપાત્રશિષ્યસાધક સ્વતંત્રતાનો સદુપયોગ જ કરે છે. અને ત્યાં સ્વતંત્રતા હોવી જ ઘટે. સદ્ગુરુ અને શાસ્ત્ર તો સાખ દે, પ્રેરણા આપે, બાકી ચાલવાનું તો સાધકને પોતાને જ પગેથી હોય છે. એ રીતે બુદ્ધદેવ કહે છે, હું કહું છું, માટે જ ન માનો; પણ તમો મારા વેણને વિચારો અને તમને સારું લાગે તો તે મુજબ વર્તો.' તેમ જ શ્રીકૃષ્ણગુરુદેવે પણ અર્જુનને કહી દીધું.
આ સાંભળીને અર્જુન તો વિચારમાં પડયો અને એને એમ લાગ્યું કે મારા ગુરુદેવ મને તરછોડવા તો નથી માગતા ને ! આમ કંઈક અર્જુનના મુખ પર નિરાશાનો ચમકાર દીઠો કે તુરત જ શ્રીકૃષ્ણગુરુ ભારે ઉમળકા સાથે માથે હાથ મૂકી ફરીને બોલ્યા :
सर्वगुह्यतमं भूयः श्रृणु मे परमं वचः । दष्टोऽसि मे ६ढमिति ततो वक्ष्यामि ते हितम् ।।६४।।