________________
૬૨૪
ગીતા દર્શન
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु । तामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ॥६५|| सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज । अहं त्वासर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ।।६६।। વળી સૌથી પરં ગુહ્ય, સાંભળ મારું વેણ તું; મને વહાલો ઘણો તેથી, તને કહું હિતાવહ. ૬૪ ભકત પૂજક થા હુંમાં-મને જોડ, મને નમ; મને પામીશ વા'લો તું, સાચો કોલ દઉ તને ૬૫ તજીને સર્વધર્મોને, શરણું એક લે મમ,
હું તને સર્વ પાપોથી, છોડાવીશ તું શોચ મા. ૨૬ વળી બધાથી ગુહ્ય એવું પરં વચન તને કહું છું. તું મને ઘણો વહાલો છે, તેથી (તારા) હિતનું હું તને કહીશ.
મારામાં મન જોડ, મારો ભક્ત થા. મને પૂજ અને મને નમ. (એમ કરવાથી) તને પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે તું મને પામીશ ! તું મને પ્રિય છો.
બધા ધર્મોનો ત્યાગ કરીને એક મારું જ શરણું લે. હું તને બધાં પાપોથી મુકત કરીશ. તું શોક ન કર.
નોંધ : એક ગુરુને ચરણે શિષ્ય સર્વસમર્પણભાવે આવે, એટલે એવા શિષ્યની પૂરી કસોટી કરી લીધા પછી એક આદર્શ ગુરુ એની બધી જવાબદારીઓ પોતા પર લઈ લે છે. તેનું અહીં શ્રીકૃષ્ણગુરુની ઉકત પૂરેપૂરું પ્રમાણ છે. જેમ આદર્શ માલિકની ચાકરી કરનાર આદર્શ સેવકની જિંદગી લગી પોતાના ભરણપોષણની ચિંતા આદર્શ માલિકને શિરે જ રહે છે, તેમ આદર્શ શિષ્યની મોક્ષની ચિંતા આદર્શ સદ્ગુરુને શિરે જ રહે છે. પરંતુ શિષ્યમાં આદર્શ શિષ્યતા હોવી ઘટે, અને સદ્ગુરુમાં તો આદર્શગુરુતા તો સહેજે) હોય જ; નહિતર તો સદ્ગુરુપદ લાજે ! ગુરુશિષ્ય વચ્ચેની આદર્શતાના સંબંધમાં એક સ્થળે લખ્યું છે : 'ગુરુ એટલે શિષ્યોને ય શિષ્ય. અને શિષ્ય એટલે ગુરુના શિષ્યનો ય શિષ્ય. ગુરુની ઈચ્છા એ જ શિષ્યનો ધર્મ. શિષ્યનું જેમાં હિત એ જ ગુરુની ઈચ્છા.” એટલે આ દ્રષ્ટિએ આદર્શ શિષ્ય કરતાં આદર્શગુરુને વહાલી બીજી કઈ વસ્તુ હોય ? ધૂળ દૈહિક સંતાનને જિવાડવા માટે એક પશુ માબાપ પણ પોતાના પ્રાણ પાથરે છે, તો