________________
અધ્યાય અઢારમો
૬૨૫
સૂક્ષ્મ આધ્યાત્મિક ભાવના વારસદાર સંતાન ખાતર આદર્શ આધ્યાત્મિક જ્ઞાનવાળા ગુરુદેવ ન્યોચ્છાવર શું ન કરે?
એવા ગુરુ સર્વે ધર્મોને છોડીને પોતાનું શરણું લેવા કહે એનો અર્થ એ છે કે એના શરણમાં જ એ ચમત્કાર છે કે તેમાં સર્વધર્મનું પાલન આપોઆપ આવી જાય છેજેમ સોમાં નવ્વાણું આપોઆપ સમાય છે તેમ.
પણ આમ કરવાથી તો કોઈ કહેશેઃ 'શિષ્યની સ્વતંત્ર ઈચ્છા જ મરી જાય છે, અથવા તેનો શિષ્ય સ્વતંત્ર ઈચ્છાને મચડી નાંખે છે. આ રીતે શિષ્યનું સ્વતંત્ર વ્યકિતત્વ જ નથી રહેતું, અને આથી તો ગુરવાદ જ ફૂલેફાલે છે. ગુરડમવાદે તો જગતનું અકલ્યાણ જ કરી નાખ્યું. જુઓ પોપનું ઉદાહરણ !” આમ કહેનારે સગુરુની યોગ્યતાનો ખ્યાલ કરવો જોઈએ. "ગુરુ લોભી શિષ્ય લાલચુ, દોનોં ખેલે દાવ;
ડૂબે બિચારે બાપડે, બેઠ પથ્થર કી નાવ.” એવા ગુરુશિષ્યની અહીં વાત જ નથી. એવા ગુરુ આગળ સર્વ-સમર્પણ કરનાર શિષ્ય હોય જ નહિ. અને અમુક સમય દેખાય તોપણ તે લોભવશ હોઈને સર્વસમર્પણ ટૂટી જ પડે ! શ્રદ્ધાનું મૂળ આધ્યાત્મિકતા છે – આધ્યાત્મિક ગુરુ જ, શિષ્યનું હૃદયસામ્રાજ્ય ભોગવી શકે અને તે કાયમ ભોગવી શકે, એટલે એ દષ્ટિએ અહીં વાત છે.
વળી આવો ભકત સત્કર્મપરાયણતા, જ્ઞાનપરાયણતા અને ભકિતપરાયણતા એમ ત્રણેનો સમન્વય સાધનાર હોય, એવું ગર્ભિત સૂચન મારામાં મન રાખ(જ્ઞાન), મારો ભક્ત થા (ભકિત), મને યજ (યજ્ઞનો અર્થ ધર્મમય કર્મ એ અગાઉ જ કહેવાયું છે એટલે સતકર્મ કરો, અને છતાં નમ એટલે કે નમ્ર બને.” એ ઉકિતમાં આવી જાય છે. મને મળવું એટલે અંતર્યામીને મળવું. એ ખુલાસો તો શ્રીકૃષ્ણગુરુએ વારંવાર કહી દીધો છે. આવું કરનારને ખરા કોલથી સદ્દગુરુ ખાતરી આપે કે તારો મોક્ષ નિશ્ચય છે.' એમાં શી નવાઈ છે? આટલો સુપાત્ર શિષ્ય નક્કી મોક્ષાધિકારી છે. એમ જૈનશાસ્ત્રોમાં પણ કોલ છે જ.” ભવિ અને માર્ગાનુસારીનો મોક્ષ નક્કી છે. ક્ષાયિક સમકિતી જીવ ત્રણ ભવ ઉપરાંત ભવભ્રમણ કરતો જ નથી-' આમ નિશ્ચયે જૈનસૂત્રો પણ ભાખે જ છે.
મતલબ કે પાત્રને માટે મોક્ષપ્રાપ્તિનું નિશ્ચયપૂર્વક કહી શકાય છે. પણ જે