________________
ઉપસંહાર
૬૫૫
કામનાથી તે ઊભી થઈ છે. માટે ઈન્દ્રિયો, મન, અને બુદ્ધિથી પર રહેલા એ ખાઉધર કામ કે જેની બીજી બાજુ ક્રોધ પડ્યો છે તેને જ્ઞાન તલવારથી હણવો જોઈએ.”
"જ્ઞાન શબ્દ કહું એટલે તારે બીજી બાજુમાં કર્મને પણ સમજવું જ, રખે એ વાતને ભૂલતો ! એટલા માટે જ હું યોગ શબ્દ વાપરું છું. ત્યાં એક પાસું સમતા ભરી બુદ્ધિનું અને બીજું પાસું કર્મમાં કુશળતાનું સમજવું. જ્ઞાન એ કર્મ માપવાની કસોટી છે, અને કર્મકળા જ્ઞાન ઘડતરની પ્રતીતિ છે.
બુદ્ધિ ને ધૃતિ એ જ્ઞાનનાં જ અંગ છે, પરંતુ બુદ્ધિ અને ધૃતિનો સંબંધ પ્રકૃતિ સાથે વિશેષ છે, મૂળઆત્મા સાથે ગૌણ છે. અને જ્ઞાનનો સંબંધ મૂળઆત્મા સાથે વિશેષ છે અને પ્રકૃતિ સાથે ગૌણ છે. ધૃતિ એટલે તો સંસ્કારોનું ઘડતર કહેવાય. સાત્ત્વિક વૃતિવાળી બુદ્ધિની સાધનામાં બહુ જ જરૂર છે; તે હું એ દષ્ટિએ કહું છું. જ્ઞાન તો આત્મસ્વભાવ જ છે. સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મિવિદ્યા જ મુખ્ય છે.
યુદ્ધત્યાગ એ તારે માટે અત્યારે પરધર્મ છે. એ જ યુદ્ધત્યાગ દુર્યોધનપક્ષે અત્યારે સ્વધર્મ છે, પાયાની માફક ખાઈ પીને પડયા રહેવું કે માથાં ભરાવીને પરાણે લડયા કરવું એ કંઈ ક્ષત્રિયોનો ધર્મ નથી. એમ કરનાર તો માનવશાન્તિનો ઘાતક છે; જગતનો શત્રુ છે.
વર્ણવ્યવસ્થા સગુણલક્ષી દષ્ટિ અને લોકસંગ્રહરૂપ કર્મદષ્ટિ રાખીને યોજાયેલી છે, માનવ સમાજ પશુ કરતાં ઉચ્ચ કોટીનો છે; એટલે આત્મલક્ષી બ્રહ્મચર્ય અને સહેલું છે. આસ્તિકમાવ વિના એ દષ્ટિ આવતી નથી નાસ્તિક લોકો આત્માનો અને પ્રભુનો છડેચોક ઈન્કાર કરી સ્વચ્છેદે વર્તે છે. એવા મૂઢ, જડ, તામસી લોકો અસુર અથવા રાક્ષસ ગણાય છે. માનવ સમાજની અશાંતિ એવા લોકોથી વધે છે, માટે જ તારા જેવા ડાહ્યા મનુષ્યોએ સમાજ વ્યવસ્થાને ન તોડતાં. એની ત્રુટિને સાંધવી જોઈએ,
બોલ; ભલા આવું માનવતિનું કામ કરનારને કદી પાપ લાગે કે?”
"સંસ્કૃતિના ચણતરમાં યાત્મવિશ્વાસ અને અંતરંગસંયમ જોઈએ. એટલા માટે આવું કાર્ય કરનારને હું બ્રાહ્મણ કહું છું. પવિત્ર વશિષ્ઠ ઋષિ એનું આદર્શ ઉદાહરણ છે. જેમાં સંસ્કૃતિના ઘડવૈયા એવા શ્રમણ, સંત, મહાત્મા અને બ્રાહ્મણોનું રક્ષણ કરે છે તથા પ્રજાવર્ગનું અપક્ષપાતથી પાલન કરે છે તેમને હું ક્ષત્રિયો કહું છું ન્યાયમૂર્તિ રામચંદ્ર એનું ઊજળું ઉદાહરણ છે."