________________
૬૫૬
ગીતા દર્શન
પ્રજાને ખેતી અને ગોપાલન વગર ચાલતું જ નથી. ખેતીજન્ય સાત્ત્વિક ખોરાકથી સુંદર વિચારોને ટેકો મળે છે. આદર્શ વાણિજ્યને લીધે દેશની આયાત નિકાસનું માપ રહેવાથી દેશ સુંદર આબાદી ભોગવી શકે છે, આવાં કાર્યો કરનારને હું વૈશ્ય કહું છું. તુલાધાર જેવા વૈશ્યો એનું સચોટ ઉદાહરણ છે. ચોખ્ખાઈ વિના પ્રજાનાં આરોગ્ય ન જળવાઈ શકે. ખેતીનાં ઓજારો વિના અને ખેતીનાં પાણી વગેરે સાધનોની સુધરાઈ વિના ખેતી અશકય થાય વળી બીજાં પણ પ્રજાની સેવાનાં અનેક કાર્યો હોય છે. આ કાર્યો કરનારને શૂદ્ર વર્ગમાં દાખલ કરે છું. ઘરમાં પણ પાકશાસ્ત્ર અને બાળઉછેરનાં મહામૂલાં કાર્યો હોય છે. તે સ્ત્રીઓ બજાવે છે. આથી સ્ત્રીઓમાં ઉમદા ગુણો છે અને ત્યાં આત્મ પ્રકાશ ઝળકે છે, એમ હું માનું છું. આ ચારે વર્ષો અને સ્ત્રીઓને મુકિતનો અધિકાર છે. કાર્યો જુદાં જુદાં કરવાને લીધે જ માત્ર હું વ્યવસ્થાભેદ બનાવું છું. બાકી દરજ્જામાં કોઈ ઊંચનીચ છે જ નહિ. સો સૌને સ્થાને ઉત્તમ જ છે. પગનું કાર્ય હોય ત્યાં માથા કરતાં પગ પણ ઉત્તમ કહેવાય અને માથાનું કામ હોય ત્યાં પગ કરતાં માથું ઊંચું જ હોય; પણ તેથી કોઈ મદ ન કરે, ખરી રીતે ચારે વર્ણનું કામ જે એક વ્યકિત કરે છે તેને હું સૌથી ઉત્તમ ગણું છું, પણ સહુમાં તેવી અજબ કળા હોતી નથી, માટે જ મેં કાર્યો વિભક્ત કહ્યો છે.”
| "બોલ, હવે ક્ષત્રિયને નરકમાં સબડવાનું કયાં રહ્યું ! અરે મહાપાપી હોય છતાંય જો ખરો શ્રદ્ધાળુ બને અને ગુણદષ્ટિ રાખતાં શીખે તો એ પણ નરકમાં તો જાય જ નહિ એ જ આ યોગની ખૂબી છે. એક જરાપણ એણે યોગ આદર્યો હોય તો મહાભય ટળી જાય અને સ્વર્ગ તો નિશ્ચયે મળે. જો પ્રલોભન કે સંકટથી ન ગભરાયો હોય અને મૃત્યુ પામે તો પુનર્જન્મ પામે ત્યાં એવા સંસ્કારી કુળમાં જન્મે કે જ્યાં શ્રૌત સ્માર્ત કર્મ ન કરવા છતાં દિવ્યતા પામે અને સુંદર સ્વભાવ ઘડતરને લીધે ફરી અધૂરા યોગને આદરવા પ્રેરાય. છેવટે એવા પરંધામમાં પહોંચી જાય કે જ્યાં ગયા પછી પાછું ફરવું જ ન પડે. અહંકાર, કામ, ક્રોધ, મોહાદિ સુત્રોઓને જિતી બ્રહ્મચર્યને માર્ગે પ્રયાણ કરનારા; અહિંસાને મન, વચન, કાયાથી અપનાવનારા અને સત્યના પરંભકતો-વીતરાગી યતિઓ અને કલ્યાણ કૃત ઋષિમુનિઓ એ સ્થાનને પામી કૃતકૃત્ય થાય છે. પણ એથી ઊલટું દાન, તપ કે યજ્ઞ આદિ ક્રિયા કરવા છતાં અથવા સંન્યાસનો વેશ લેવા છતાં જે અશ્રદ્ધાળ અને અદયાળુ હોય છે; તે નરકથી છૂટતા નથી. એના કરતાં તો યક્ષ કે દેવની ભૌતિક લાલસાએ પણ