________________
ઉપસંહાર
શ્રદ્ધાપૂર્વક પૂજા કરનાર સારા. અરે ! ભૂતપ્રેતના પૂજક પણ એના કરતાં તો સારા ! કારણ કે તે બીચારા શ્રદ્ધા-એકાગ્રતા તો કેવળે છે ને ? અને જ્યારે એમને સમજ પડશે ત્યારે તેઓ આત્મલક્ષને માર્ગે પણ વળશે. અલબત્ત શ્રદ્ધા અને યત્ન બન્ને હોય તો ઘણું સારું પણ યત્ન ન હોય અને શ્રદ્ધા એકલી હોય તોય જ્ઞાન આવી શકે. બાકી શ્રદ્ધા વિનાનો પુરુષાર્થ તો અનર્થ જ ઉપજાવે.”
૫૭
"પરંતપ ! અશ્રદ્ધાળુનો આ લોક અને પરલોક બન્નેમાં વિનાશ જ છે.”
આ લોકો અશ્રદ્ધાળુ કેમ થયા હશે ? તે તારે શંકા ક૨વાની જરૂર નથી, જેઓ જડવાદી બને છે, તેની શ્રદ્ધાનો છેદ ઊડી જાય છે. શ્રદ્ધાનો છેદ ઊડયો એટલે તો આત્મા જ ઊડયો. કારણ કે શ્રદ્ધામય પુરુષ છે. આત્મનાશ જેવી ખોટ બીજી કઈ હોઈ શકે ? અહીં આત્માનો નાશ એટલે સદ્ગુણનો નાશ અને જ્ઞાન ઉપરનું જટિલ આવરણ સમજવું. બાકી આત્મા મરતો જ નથી પણ આવી દુર્દશા હોય ત્યાં લગી મોક્ષ તો સંભવે જ શાનો ? આવી દશા કરતાં દેહત્યાગ શો ખોટો ? એટલે જ જિજ્ઞાસુઓ-મુમુક્ષુઓ સંસારી સંબંધીઓની અને દેહની મમતા છોડી દે છે. સિદ્ધિઓ અને સમૃદ્ધિઓ એને લલચાવી શકતી નથી; આથી જ આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની એ ચાર પ્રકારના યોગીભક્તોમાં હું જ્ઞાનીને જ શ્રેષ્ઠ ગણું છું કારણ કે તે મહાત્મા વિશ્વપ્રેમી પરમાત્મારૂપ જ છે.’
"કૌંતેય ! આ યુદ્ધજન્ય હિંસામાં પાપ કોને લાગે અને ન લાગે તે તો તું સમજ્યો ને ? આટલું બધું વિવેચન મેં એટલા સારુ કર્યું કે, તું આ પરથી તારા જીવનની હરએક ક્રિયાને - - કઈ ક્રિયા કરવા જોગ છે કઈ ક્રિયા કરવા જોગ નથી અને કઈ ક્રિયા માત્ર જાણવા જોગ જ છે તે બરાબર-કળી શકે, ઠીક હવે તારો એક મહત્ત્વનો મુદ્દો રહી ગયો છે, તે પરત્વે કહું.’
-
રાજન્ ! તમને જરા આટલું લાંબું વિવેચન સાંભળીને થાક લાગ્યો હશે, પણ હવે એ થાક ઊતરી જાય તેવું રસિક કથન શ્રીકૃષ્ણ ગુરુ કહે છે. સાંભળો આ કથન આપણને અને સહુને ખૂબ ઉપયોગી છે. જીવન અને જગત વચ્ચે ચાલતા દરેક કોયડાનો એમાં ઉકેલ મળી રહે છે. એમ કહી સંજયે શ્રીકૃષ્ણ કથન પોતાને મુખે કહેવાનું શરૂ કર્યુ :
સ્વભાવ ઘડતરની પાદપીઠિકા
'અહો ધનંજય ! સ્વભાવ ઘડતરનો મુદ્દો લેતાં પહેલાં એની પાદપીઠિકા કહ્યું : સાંખ્યશાસ્ત્રપ્રણેતા કપિલનું તત્ત્વચિંતન ઉત્તમ છે. વેદાંતનું જ્ઞાનમાધુર્ય