________________
ગીતા દર્શન
ઉત્તમ છે. વૈશેષિક નૈયાયિકોના તર્કો ઉત્તમ છે. યોગના પ્રણેતા પતંજલિનો સાધનામાર્ગ ઉત્તમ છે. શ્રમણસંસ્કૃતિનાં અહિંસા અને વૈરાગ્ય ઉત્તમ છે. મીમાંસકોનાં કર્મકાંડ પણ આસકિત વગર થાય તો ઉત્તમ છે. અને આસિત હોય તો ત્રિવેદી સોમપાનારા લોકો સ્વર્ગગતિ અને સંસાર વચ્ચે જ જા આવ કરે છે. સોનાની કડલી આપી ગોળની કાંકરી ખરીદે છે. છતાં સમજુ લોકો માટે એવાં કર્મકાંડો હૃદયશુદ્ધિ પૂરતાં જરૂરી છે; એમ હું માનું છું. જેઓ અનાસકિતનો ધ્રુવ તો પકડતા નથી અને દ્રવ્ય યજ્ઞ, તપ અને દાનાદિ ક્રિયા છોડી દે છે; તે તો બેય ચૂકે છે. કંઈ એવી ક્રિયા છોડી દેવા માત્રથી સંન્યાસી કે યોગી થવાતું નથી. તારે માટે તો હવે એની ક્રિયાની જરૂર નથી; કારણ કે તેં હૃદયશુદ્ધિની દૈવી ભૂમિકા સાધી લીધી છે, એટલા માટે જ મેં તને એની મના કરી છે. દિવ્યસત્ત્વોની પૂજાની પણ એટલા જ સારુ મના કરી છે કે દૈવી સત્ત્વો તો આત્માની જ લૌકિક વિભૂતિ છે. પડછાયાને પકડવા કરતાં, મૂળને જ કાં ન પકડવું? કારણ કે ભૂતપ્રેતને પૂજનાર ભૂતપ્રેતાદિના વહેમી-વિશ્વમાં ગૂંચવાઈ જાય છે. દોરાધાગા, મંત્રજંત્ર એ બધા આઘ્યાત્મિક રોગ છે, ભલે એમાં શકિત શ્રદ્ધા દેખાય; પરંતુ આધ્યાત્મિક શકિત અને શ્રદ્ધા આગળ એ બધું તુચ્છ છે. હવે ફરીને મૂળવાત પર આવું ઃ ઉપલી વાત તને એટલા સારુ કહી કે જગતના બધા મતો મને માન્ય છે ; કારણ કે એમાં સત્ય ભર્યુ છે. માત્ર હંસની ચાંચ જેમ ક્ષીરગ્રાહી હોય છે, તેમ સાધકની દૃષ્ટિ ગુણગ્રાહી-સત્યગ્રાહી હોવી જોઈએ.’
૫૮
સ્વભાવ ઘડતર
"સ્વભાવ ઘડતરમાં અંગતજીવન, પૂર્વનું અને હમણાનું સમાજજીવન અને યોનિજીવન (એટલે માતાપિતાનો સંસ્કાર), દેશ, કાળ આદિ ઘણી વસ્તુઓ કાર્ય કરે છે.’
'ભરતસત્તમ ! આત્મજીવન અને વિશ્વજીવન વચ્ચે અવિભાજ્ય સંબંધ છે. પણ આત્મજીવન જાણ્યા પછી આપોઆપ વિશ્વજીવનનું જ્ઞાન થાય છે. એટલે કે સાધકે આત્મજીવન પહેલાં જાણવું જોઈએ. આત્મજીવનનું જાણવું તેનું નામ જ્ઞાન અને વિશ્વજીવનનું જાણવું તેનું નામ વિજ્ઞાન. પ્રથમ હું આત્મા સંબંધે કહું :
આત્મા મૂળે એક છે. પરંપ્રકાશક છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ એને પ્રકાશ દઈ શકતા નથી, ઊલટું એમાં જે તેજ છે, તે એ આત્માનું જ છે, જે પ્રાણીમાત્ર દેખાય છે પછી એ સ્થાવર હો કે જંગમ હો, સહુમાં એનું જ તેજ વિલસે છે. જીવલોકમાં જે