________________
ઉપસંહાર
૫૯
ભૂતસૃષ્ટિ અને દેહધારીઓ દેખાય છે, તેમાં એ આત્માનો જ અવિભક્ત અંશ છે. કીડીમાં રહેલો જીવ લે, અથવા કુંજરમાં રહેલો જીવ લે, અગર નરક, સ્વર્ગ, પશુ અગર મનુષ્ય યોનિમાં રહેલો જીવ લે! એ બધા એક જ મૂળની અનંત શાખાઓ રૂપ છે અને એ મૂળનો સંબંધ પેલા પર આત્મા જોડે છે. આવો જે પર આત્મા છે તેને વેદોમાં તથા વિશ્વભાષાની પરિભાષામાં પરમાત્મા કહેવાય છે. એને કોઈ પ્રભુ કહે છે તો કોઈ વિભુ પણ કહે છે, એના હાથમાં જગતનાં કર્તુત્વ, કર્મ અથવા કર્મફલસંયોગના સર્જનની લગામ નથી. તે પુરુષ કોઈનાં સુકૃત, દુકૃત લેતા જ નથી. અજ્ઞાનથી જ્ઞાન પર આવરણ ચડવાથી દેહધારીઓ મોડાઈ જાય છે.
પ્રભુકર્તાપણું કર્મો, ન સર્જે લોકનાં વળી; તે ન કર્મફળો યોજે, સ્વભાવે સૌ પ્રવર્તતું. (પ-૧૪). નથી લેતો વિભુ પાપ, તેમજ પુય કોઈનું;
અજ્ઞાને જ્ઞાનને રોકયું, તેથી મોહાય જતુઓ. (પ-૧૫) આ પરથી તું સમજી શકીશ કે સંસારનું મૂળ અજ્ઞાન છે અને અજ્ઞાનજન્યમોહથી પ્રવૃત્તિ કયાં ને નિવૃત્તિ ક્યાં એની ખબર જ પડતી નથી. આવી ભૂમિકાને રાજસીબુદ્ધિવાળી ભૂમિકા કહેવાય છે અથવા તો અધર્મમાં જ ધર્મ માનીને પ્રવર્તાય છે તે તામસિક બુદ્ધિવાળી ભૂમિકા કહેવાય છે. સાત્ત્વિકબુદ્ધિનું શરણ લેવાથી કાર્ય શું અકાર્ય શું? ભયકારક સ્થળ કયું અને અભય સ્થળ કયું? એનો યથાર્થ બોધ થાય છે અને આત્મજ્ઞાનની ઝાંખી થઈ અજ્ઞાન નષ્ટ થાય છે. સંયમ માત્ર ટળી જાય છે, અને ઉપલું પરમપદ પમાય છે. એને પરમાત્મપદ કહે, પરંપદ કહે મોક્ષધામ કહે અથવા મારું પરંધામ કહે તે બધુંય સરખું છે.”
અર્જુન એ પરંતત્ત્વ આગળ આત્મમાયાને લીધે પ્રકૃતિનું નાટક શરૂ થાય છે. તે જ સંસાર, આ સંસારને અશ્વત્થ નામના વૃક્ષની ઉપમા જ્ઞાનીઓએ આપી છે. પણ એ વૃક્ષ એવું વિચિત્ર છે કે જેને ઊંચે શાખા અને નીચે મૂળ છે. ગુણથી એ શાખા વધે છે અને વિષયથી ફૂલેફાલે છે. તે શાખા ઊંચે સ્વર્ગલોકમાં અને વચ્ચે મનુષ્યલોકમાં કર્મના અનુબંધથી ખૂબ ફેલાયેલી છે અને એથી નીચે પણ વિસ્તરેલી છે. મનુષ્યલોકમાં જ એવાં સાધનો મળે છે, કે ત્યાંથી પુરુષાર્થ દ્વારા મોક્ષધામ જેવું પરંપદ મળે છે, બાકી તો શુભકર્મોનો ભોગ તે સ્વર્ગ. અત્યંત અશુભ કર્મોનો સૂમ ભોગ તે નરક. એ બને તો સોનાલોઢાની બેડી જેવાં જ છે, તે દિશામાં નવપુરુષાર્થને કશો અવકાશ નથી, એટલે ત્યાંથી મોક્ષ પ્રાપ્તિ અશકય છે, વળી