________________
૬૦
ગીતા દર્શન
પશુયોનિમાં તો માનસિકવિકાસ સંકુચિત પ્રમાણમાં હોય છે. એટલે જ માનવદેહે મોક્ષ છે. છતાં માનુષીદેહમાં રહેલા પરંભાવને અજ્ઞાની લોકો સમજતા નથી અને આવું સમજતાં છતાં આડે માગે સરાસર ચાલે છે, તો મોક્ષ ગતિ માટે અપાત્ર છે જ, એ વિષે હું અગાઉ પણ કહી ગયો છું. એવાના સંગથી તો તારે ચેતવું જોઈએ.”
'વહાલા કુરુશ્રેષ્ઠ ! સંસારવૃક્ષનું મૂળિયું કયાં છે કે અંત કયાં છે ? તેનો શાસ્ત્રચર્ચાથી અંત આવતો નથી. ઋષિમુનિઓએ વેદો, ઉપનિષદો અને બ્રહ્મસૂત્રપદોમાં તર્કોદ્વારા એની ખૂબ ચર્ચા કરી છે. પરંતુ એ વેદજ્ઞાન તો સંસારવૃક્ષનાં પાંદડાં જેવું છે. આમ કહી હું શાસ્ત્રોને ઉડાડતો નથી, પરંતુ શાસ્ત્ર એ વિતંડાવાદ માટે નથી પણ કાર્યાકાર્યનો નિર્ણય ન થતો હોય ત્યાં આધારભૂત પ્રમાણ મેળવવા અર્થે છે, તને અને સહુને હું એ જ કહું છું કે; સદ્દગુરુની ગેરહાજરીમાં શાસ્ત્ર અને પ્રેરણા દેશે પણ શાસ્ત્રને લેતાં પહેલાં અનન્યશ્રદ્ધા હોવી જોઈએ. ખરી રીતે શ્રદ્ધાવાન પુરુષ હાથમાં શાસ્ત્ર લે કે ન લે તોય એ શાસ્ત્રવિધિ અનુસાર જ વર્તે છે. શાસ્ત્રની આજ્ઞાથી બહાર પગ મૂકતો જ નથી. 'ૐ તત્ સત” એમ ત્રણે બ્રહ્મનો નિર્દેશ કરનારા શબ્દો પણ શાસ્ત્ર જ છે, પણ પોપટની માફક રટયે એનો મર્મ ન લાધે, એને માટે તો આવા પુરુષો જ લાયક ગણાય છે કે,
ન સંગતા કે સુખદુઃખહંતો, ન જેમને કામ ન માન મોહ; અધ્યાત્મનિષ્ઠા વળી જેમને તે,
પામે અમૂઢો પદ અવ્યયી એ. (૧૫-૫) અને આવા પુરુષોનો વજસંકલ્પ કેવો હોય છે, તે તું જાણે છે કે?
પામું હું તે આદ્ય પુરુષને જ
જ્યાંથી પ્રવૃત્તિ પ્રસરી પુરાણી' (૧૪-૪) બોલ આવાં શ્રદ્ધાસંકલ્પ અને સત્ પુરુષાર્થથી પરંઅક્ષય પદ પ્રાપ્ત થાય તેમાં શી નવાઈ છે?'
'ભારત; ઉતાવળો ન થા, પરંઆત્મા અને મોક્ષ માટેની આટલી ખાતરી કરવાની જરૂર હતી; માટે મેં તને ઉપલી વાત કહી. હવે તારા પ્રશ્નના છેલ્લા મુદ્દાને જ હાથમાં લઉં છું. પરમાત્માના અંશરૂપી જીવ આ શરીરમાં શા સારુ કેદી