________________
ઉપસંહાર
૬૬૧ થઈને બેઠો અને મોક્ષ પામ્યા પછી જીવની શી ગતિ થશે? આ બન્ને પ્રશ્નો બીનજરૂરી છે. જરૂરી પ્રશ્ન તો એ જ છે કે સંસારમાં કયાં તત્ત્વો કામ કરે છે ? અને જીવ એના સંબંધથી થતાં સુખ દુઃખાદિ વંદોથી કેમ છૂટે? અંગત જીવનના વિકાસ માટે આ મુદ્દો મહત્ત્વનો હોઈને જ તને મેં (૧) સમત્વ અને (૨) કર્મ કૌશલરૂપીયોગની બન્ને બાજુઓ સમજાવીને આ યુદ્ધમાં જોડવા પ્રેર્યો હતો અને હજુ પ્રેરું છું.'
સંસારમાં કામ કરતાં તત્ત્વો ઉપર કહેલા પરમાત્માના અધ્યક્ષપણા નીચે પ્રકૃતિનું નાટક શરૂ થાય છે. તે પ્રકૃતિના હું બે વિભાગ પાડું છું:
(૧) પરપ્રકૃતિ (૨) અપરા પ્રકૃતિ.”
"પ્રિય પરંતપ ! પરા પ્રકૃતિ; દેહધારી જીવરૂપ કહેવાય અને અપરા પ્રકૃતિ તે મૂળ આત્માથી છેક ભિન્ન ગણાય, છતાં આત્માનો પ્રકાશ તો એને પણ હોય જ, આને હું ભૂતભાવ કહું છું. આ ભૂતભાવ વિનાશશીલ છે, પરાધીન છે; એ દષ્ટિએ જીવ પણ એનાથી નિરાળો ગણાય. છતાં ભૂતભાવ અને જીવ એ બન્ને એવાં સંબંધી બની ગયાં છે કે ભૂતોમાં જીવ છે અને જીવમાં ભૂતો છે; એમ પણ એક દષ્ટિએ કહેવાય. કારણ કે જન્મવું, મરવું એ જીવનો મૂળ સ્વભાવ નથી. આધ્યાત્મ એ જ એને સારુ સ્વભાવસિદ્ધ છે છતાં પ્રકૃતિજન્યગુણ અને સવિકાર ક્ષેત્રરૂપ શરીરની આસકિતને લીધે જીવ એને આધીન બની ગયો હોવાથી સારી માઠી યોનીમાં ઉપજે છે. અને મૃત્યુકાળે વાયુ” જેમ કેતકીની ગંધ લઈને દૂર ચાલ્યો જાય છે, તેમ વળી કર્માનુસાર મળની બીજી ગતિમાં ફરી જન્મે છે. આમ
જ્યાં લગી આસકિતનો અંત નથી, ત્યાં લગી એના સંસારનો અંત નથી અને એ સંસારરૂપી ફજેતફાળકામાં હૃદયમાં રહેલા ઈશ્વરના બળે ફર્યા કરે છે. આમ સર્જન, રક્ષણ અને સંહાર એમ ત્રિવિધ કાર્યક્રમ સ્વભાવથી ચાલ્યા કરે છે, મહાપ્રલયમાં પણ આ ઘટમાળ તો છે જ. સ્થૂળદેહધારી પ્રાણી જ્યારે ન દેખાય, ત્યારે સૂક્ષ્મદેહધારી પ્રાણી તો હોય જ. બ્રહ્માનાં દિવસ અને રાત્રિ હજાર હજાર યુગ જેટલાં લાંબાં કહ્યાં છે, તે આ દષ્ટિએ જ.”
ભારત ! આ રીતે કાળની પણ આપણા જીવન પર અસર છે. સૂર્ય-ચંદ્રના પરિભ્રમણથી કળાતો કાળ, ઉપલા કાળમાં સમાઈ જાય છે. અંતર્ગત ભાવોથી એ કાળનું જ્ઞાન થાય છે. આવા કાળના જ્ઞાતાઓ કાળને પારખી કાર્ય કરે છે. તેવા