________________
૫૨
ગીતા દર્શન
શ્લોકમાં કહ્યું જ છે.
અર્જુન ! તને મારું બધું કહેવાનો છેલ્લો સાર હવે કહી દઉં છું :
अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् । असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ||२८|| અશ્રદ્ધાથી યજ્યું દીધું, જે કર્યું તે તપ્યું-તપ; અસત્ પાર્થ ! ગમ્યું ને તે, લોકે પરલોકે વૃથા. ૨૮
(હે પૃથાપુત્ર) પાર્થ ! (શ્રદ્ધા સિવાય કદી ચાલે તેમ જ નથી. કારણ કે હું અગાઉ કહી ગયો તેમ આત્મવિકાસનું તે જ મૂળ છે એટલે) અશ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ કે ઈતર જે કંઈ કર્મ કરેલ હોય તે અસત્ છે એમ જ કહેવાય છે. વળી (હે પાર્થ ! તે નથી તો પરલોકે કામનું, નથી તા અહીં કામનું.
નોંધ : ગુરુદેવના કહેવા મુજબ અશ્રદ્ધાથી થયેલી ક્રિયા ફોગટ જ છે. એનાથી શુભ કે સત્ બેમાંથી એકેનો લાભ મળતો નથી. સાધન, શક્તિ અને સમય જેવી અમૂલ્ય ચીજના વપરાશે પણ લાભ ન થાય, તો એ સાધકને ખટકવું જ જોઈએ. જ્યાં લાભ નથી, ત્યાં નુકસાનનું જોખમ ઊભું જ છે.એથી વળી એ પરત્વે વધુ વિચારવું જોઈએ. કદાચ પાઠકને શ્રીકૃષ્ણગુરુદેવની આમાં અતિશયોકિત લાગશે. પરંતુ તેવું છે જ નહિ. શ્રદ્ધાનો મહિમા ખરો જ છે, શ્રદ્ધા વિના કોઈ પણ કાર્યમાં વિજય મળતો નથી. જો કે આપણે સૂક્ષ્મ દૃષ્ટિથી જોશું તો નાસ્તિકને પણ શ્રદ્ધાની જરૂર તો ડગલે ને પગલે પડે જ છે. ખાધા પછી પચશે જ. પચ્યા પછી ખોરાક બન્યા પછી એનું લોહી થશે જ. એવી શ્રદ્ધા પોતાની અંતરંગ હોજરીને પોતાની સ્થૂળ આંખે ન જોઈ શકવા છતાં એને રાખવી જ પડે છે. ત્યારે ત્યાં ગુરુદેવ ચેતવે છે કે જેટલી શ્રદ્ધા સ્થૂળ દેહ, કામભોગ અને માલમત્તા પરત્વે છે, તેટલી શ્રદ્ધા આત્મા, પરલોક આદિ પ્રત્યે થાય તો બેડો પાર થઈ જાય ! પરંતુ જડના ગાઢ શ્રદ્ધાળુને ચેતનની શ્રદ્ધાનો તેટલો જ છેદ ઊડે છે. આ કોટિના માણસો આસુરી યોનિવાળા છે, અધર્મી છે. આત્મા અને વિશ્વના શત્રુ અને સંહારક છે. તેઓ અધર્મ ભેળો કરીને હલકી યોનિમાં પરિભ્રમણ કરે છે અને પાપનાં પોટલાં બાંઘ્યા કરે છે. "મોઘાશા મોઘકર્માણઃ”, તેને નથી પુણ્યની આશા, · તો પછી ધર્મની તો હોય જ શાની ?
મતબલ કે શ્રદ્ધા જોઈએ. અને શ્રદ્ધામાં શાસ્ત્રવિધિ એટલા માટે ભેળવી કે