________________
અધ્યાય સત્તરમો
૫૬૧
બ્રહ્મજ્ઞાન” જેટલું જ અને છતાં સરળ અને સફળ થાય છે એ વાત ગીતામાં વારંવાર કહેલી જ છે. તેથી તે મોક્ષાર્થીને સારુ એ માર્ગની લાક્ષણિક રીતે સૂચના કરે છે.
આ રીતે ગીતા યજ્ઞ, દાન અને તપનો છેક છેદ ઉડાડતી નથી. પરંતુ એ દરેકને વ્યાપક અર્થમાં મૂકી દઈને મીમાંસકષ્ટિને સાંકડા સ્વર્ગની જેલમાંથી છોડાવીને બ્રહ્મ-આત્મા-ના અનંત ભવ્ય ચોકમાં મૂકી દે છે. પચ્ચીસમા શ્લોકમાં વિવિધ શબ્દ મૂકીને ગુરુદેવે આગ્રહ તો સર્વ વાતનો છોડી જ દીધો છે.
સત્યનો અર્થ જૈનસૂત્રોની દષ્ટિએ કેવળ આત્માર્થના અર્થમાં જ છે. ગુરુદેવ શુભને પણ સના ખાનામાં મૂકે છે. પણ તેઓ એ તો વારંવાર કહે છે કે જો ફળાજા છાંડીને શુભનો ઉપયોગ થાય તો જ તે સત છે. એટલે જૈનસૂત્રોની હરોળમાં એ વાતનો મેળ મળી જાય છે. શાલિભદ્ર નામનું જૈનગ્રંથોનું પાત્ર પોતાના પૂર્વજન્મ ભરવાડના પુત્રરૂપે એક સુપાત્ર યોગીને પોતાના પ્રિય અને મહા મુસીબતે મળેલા ખીરખોરાકને અર્પી દે છે, તે વખતનો ભાવઉલ્લાસ ખૂબ સરસ છે તેથી તે શુભ સંપત્તિ તો પામે જ છે, પણ પામ્યા પછી પણ એમાં ન લેપાતાં છેવટે ત્યાગ અંગીકારે છે. જૈન ગ્રંથો એ વર્ણન હોંસથી કરે છે, તે શાલિભદ્રની સમૃદ્ધિથી મોહાઈને નહિ, પણ શાલિભદ્રના ત્યાગથી આકર્ષાઈને જ. એ દૃષ્ટિ જો રાખે તો તે શુભમાં હોવા છતાં સને પગથિયે જ છે એમ ગણાય, પરંતુ શુભમાં રહીને સતનું લક્ષ્ય ન ચૂકવું એ ખૂબ કઠણ તો છે જ.
એકંદરે ગીતાએ વિધિ એટલે સતનું લક્ષ્ય રાખવું, અને શ્રદ્ધા એટલે સત્ તરફ લઈ જનારાં કર્મો તરફ સ્થિરતાપૂર્વક દઢભાવે રુચિમય રહેવું, એમ બતાવી સતપરાયણ થવા જ સૂચવ્યું છે. અને છતાંય શુભને ત્યાગવા તો નથી જ કહ્યું. વાત સાવ અનુભવપૂર્ણ છે. માણસ હજુ શુભને પૂરું ન સમજ્યો હોય ત્યાં સહુને પકડવા જાય એટલે સત્ તો નથી પકડી શકતો પણ શુભને સુદ્ધાં મૂકે છે. એટલે શ્રદ્ધાપૂર્વક શુભને પણ પ્રથમ તો કોઈ પણ રીતે વળગવું એવી જ ગુરુદેવની ભલામણ છે. અને એથી જ તેઓ છેવટે ઉપસંહારમાં કહે છે કે શ્રદ્ધાનો એકડો ન હોય તો બધાં મીંડા નકામાં છે, અને શ્રદ્ધાનો સુંદર કે ખરબચડે પણ એકડો હોય તો મીડાં ન હોય તો ય કિંમતી તો છે જ અને મીંડાં ચડે ત્યારે તો અતિ કિંમતી સ્વયંસિદ્ધ છે. મતલબ કે, આસ્થા રાખવી જોઈએ. આસુરી નિશ્ચયને તો આસ્થા કહેવાય છે કે, તે ન તો ત્રીજોવે. અગાઉ આ જ અધ્યાયના પાંચમા છઠ્ઠા