________________
અધ્યાય સત્તરમો
૫૬૩
શાસ્ત્રવિધિદ્વારા લક્ષ્ય ન ચૂકીને શ્રદ્ધામય કર્મ કરવાથી મોક્ષમાર્ગ મોકળો થાય છે. આત્મલક્ષ્ય ન ચુકાવે તે જ ખરો શાસ્ત્રવિધિ.
આ જ દૃષ્ટિએ જૈનસૂત્રોમાં શાસ્ત્રોની ઉત્થાપના કરનાર વિરાધકોને મહામિથ્યાત્વી, ગાઢ સંસારી અને મહાભયંકર અધર્મી બતાવ્યા છે. એ અગાઉ કહેવાયું જ છે. એટલે શાસ્ત્રવિધિ અર્થાત્ આત્મલક્ષ્ય પછી ઉચ્ચાર ભલેને માત્ર તતસત” એટલો જ હોય ! અને બ્રહ્મલક્ષ્ય નિશ્ચળ થયું પછી તો ક્રિયાની જરૂર જ નથી. પણ જરૂર નથી એટલે ક્રિયામાત્ર તજવી એવો અર્થ કોઈ ન લે. પરંતુ એવો અર્થ જ છે કે જેમ વૃક્ષનું થડ હાથમાં આવ્યા પછી ડાળી, ફૂલ, ફળ સહેજે આવે જ છે તેમ તેવા બ્રહ્મલક્ષીની ક્રિયાઓ સહજ રીતે એવી જ થાય છે કે જે ધાર્મિક જ હોય! આનું જ નામ તે જૈનસૂત્રોનું ચારિત્ર.
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो
नाम सप्तदशोऽघ्यायः ।।१७।। 'ૐ તત્ સત્” એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં શ્રદ્ધાત્રયયોગ વિભાગ નામનો સત્તરમો અધ્યાય પૂરો થયો.