________________
૫૬૪
ગીતા દર્શન
સત્તરમા અધ્યાયનો ઉપસંહાર "શાસ્ત્રવિધિ તજી સ્વચ્છેદે વર્તનારા સિદ્ધિ, સુખ કે પરંગતિ કશું જ પામતા નથી” એ સોળમા અધ્યાયના વાકયપરત્વે અર્જુનને શંકા ઊઠે છે અને તે જિજ્ઞાસુભાવે પૂછે છે કે, "જો શાસ્ત્રવિધિ ઉથાપનાર સિદ્ધિ, સુખ કે પરંગતિ ન પામે તો એની ગતિ શી થાય ? સત્ત્વગુણી ? રજોગુણી કે તમોગુણી ?
આના ઉત્તરમાં શ્રીકૃષ્ણગુરુજી કહે છે : "ભોળા અર્જુન ! જે શાસ્ત્ર ઉથાપે છે તેનામાં શ્રદ્ધા કેવી? કારણ કે શ્રદ્ધા આવી એટલે શાસ્ત્રવિધિનો પ્રેમ આવે જ છે. આ પુરુષ શ્રદ્ધામય જ છે. જેવું તેનું અંતઃકરણ તેવી તેની શ્રદ્ધા. આવું કુદરતી જ સૌમાં હોય છે. અંતઃકરણ એ પૂર્વકાળના શુભાશુભ કર્મનું ફળ જ છે. એટલે એમાં સુધારો કરવા માટે પુરુષાર્થને અવકાશ છે. પુરુષાર્થ જો આત્મલક્ષી ન હોય, તો એ પુરુષાર્થ અધ:પતનને માર્ગે પણ લઈ જાય. અને આત્મલક્ષ જાળવવામાં જેમ
ગુરુ પ્રેરક છે, તેમ સતશાસ્ત્રો પણ પ્રેરક છે; એ વાત હું તને અગાઉ પણ કહી ગયો છું. હું સશાસ્ત્ર શબ્દ કહું એટલે વેદ, અને કર્મ કહું એટલે યજ્ઞ, દાન કે તપ જ માત્ર ન સમજતો ! વેદ કહું એટલે સર્વ આધ્યાત્મિક શાસ્ત્ર સમજી લેવાં. એમ કર્મમાં પણ ક્રિયામાત્રનો સમાવેશ સમજી લેવો. આવી શાસ્ત્રવિધિ માટે લાંબો આડંબર કરવો કે અમુક ઉચ્ચારો કરવા જ જોઈએ એવો મારો આગ્રહ નથી. બધી શાસ્ત્રવિધિ અને સત્ વસ્તુનો સાર 'ૐ તત સત” માં આવી જાય છે. પદસ્થ ધ્યાનથી કલ્યાણમાર્ગે જનારા ૐ ઉચ્ચારી પ્રભુ સાથે યોગ સાધીને પરંપદ પામે છે, એટલે ૐનો મહિમા મોક્ષની હદ સુધી પહોંચે છે. આમ જે મોક્ષદાતા છે, તે અર્થદાતા અને કામપૂરક તો હોય જ. છતાં ફળની આકાંક્ષા રાખવાથી નિશ્ચય મોળો પડે છે, ચિત્ત ચંચળ બને છે; વિનોના ભયે વિહ્વળતા આવે છે, ઉત્સાહ મંદ પડી જાય છે. આથી ક્રિયા માત્ર ફળવતી’ છે જ, એવો નિશ્ચય રાખીને ફળ પર દષ્ટિ ન રાખતાં કર્તવ્ય જાણીને સત્કર્મો કરવાં એવું તપદ સૂચવે છે. અને સત્ શબ્દ તો સદ્ભાવ, સાધુભાવ પ્રશસ્ત કર્મ, યજ્ઞ, દાન કે તપમાં રહેલી અંત:કરણની નિષ્ઠા, ફલાશા છોડીને કરાયેલું કર્મ એમ દરેક સ્થળે યોજાય છે. આ રીતે ૐ તત્ સતુમાં બધું સમાઈ જાય છે, તે તું હવે બરાબર સમજી જ શકયો હોઈશ.
બીજી રીતે કહું તો એટલે જ્ઞાનમાર્ગ, તત્ એટલે ભકિતમાર્ગ-સમર્પણનો માર્ગ, અને સતુ એટલે કર્મમાર્ગ, એ ત્રણેનો સમન્વય છે. લોકને સમજાવવા માટે હું બ્રહ્મના ત્રણ નામ પાડી એક વર્ગમાં સંસ્કૃતિપ્રચારક વર્ગ, બીજામાં નામસ્મરણ