________________
અઘ્યાય સત્તરમો
અને ત્રીજામાં વૈશ્ય અને શૂદ્ર વર્ણોનાં કર્મોનો સમાવેશ કરું છું. આ પરથી તને શાસ્ત્રવિધિ એટલે હું શું કહેવા માગું છું, અને શાસ્ત્રવિધિ એ કેટલી મહત્ત્વની ચીજ છે, તે આપોઆપ સમજાઈ જશે.
૫૫
ય
પરંતપ ! શાસ્ત્રવિધિ આ રીતે સંસારનૌકાની દીવાદાંડી છે. એને ઉથાપનારા સ્વચ્છંદીઓ તો ગમે તે ક્રિયા કરે તે અશ્રદ્ધાથી જ ભરેલી હોય છે. જો આધ્યાત્મિક પરિભાષામાં કહું તો તે આત્મનાશક અને શરીરનાશક હોય છે. ગત અધ્યાયમાં હું કહી ગયો છતાં ફરીથી પુનરુકિત કરીને કહું છું કે તેઓ ઉગ્નકર્મ ભલેને કરતા હોય, તો ય પોતાનો અને જગતનો વિનાશ જ કરતા હોય છે. તેઓ ઘોર તપ ભલેને કરતા હોય ! પામર, મૂર્ખ અને લાલચુ લોકો બહારનું એનું તપ જોઈને ગમે તેટલા મોહાતા હોય, તો ય તે તપથી - કશું જ વળતું નથી. દંભ અને અહંકારની મૂર્તિ તથા કામરાગના બળથી પ્રેરાયેલા (તેઓ) શરીરરૂપી સુંદર ધર્મક્ષેત્રનો અને એમાં વિરાજેલા મંગળ આત્માનો વિનાશ જ કરે છે. તેમના નિશ્ચયોમાં આસુરીપણું જ હોય છે. તેઓ મોક્ષના અનધિકારી અને નાસ્તિક જ ઠરે છે, અને હવે લૌકિક પરિભાષામાં કહું તો તેમનાં યજ્ઞ, દાન, તપ અને કર્મ ગમે તેવાં ધર્મના ઓઠા નીચે કે સેવાના ઓઠા નીચે હોય તો ય અસત્ જ છે.
પ્યારા ભારત ! શાસ્ત્રવિધિ વિષે આટલું ક્લ્યા પછી હું શ્રદ્ધા પરત્વે કહું છું : ઉચ્ચાર સાથે આત્માને સંબંધ છે. 'ૐ'નું જો યથાર્થ ઉચ્ચારણ થાય તો આત્મકળી ખીલી ઊઠે છે. તેમ શ્રદ્ધાનો પણ આત્મા સાથે સંબંધ છે, જે વિષે આ પહેલાં હું થોડું કહી ગયો છું. છતાં આજે એ આત્મા જેટલો અજ્ઞાનને લીધે માયા અથવા પ્રકૃતિના ગુણોને સંગે લેપાયો છે, તેટલે અંશે તેવા પુરુષની શ્રદ્ધા પણ ગુણસંગી હોઈને એ શ્રદ્ધાના ત્રણ ભેદો પડે છે ઃ (૧) સાત્ત્વિક, (૨) રાજસી અને ત્રીજી તામસી. આ પૈકી તામસી શ્રદ્ધા ત્યાજ્ય છે, કારણ કે તે નીચે લઈ જાય છે. પરંતુ એમ છતાં તું મને એમ પૂછે કે અશ્રદ્ધાળુ સારા કે તામસી શ્રદ્ધાવાળા ? તો હું એમાં તામસી શ્રદ્ધાવાળાનો દરજ્જો ઊંચો ગણી એમને (ત્યાં) સારા જ કહ્યું. કારણ કે અશ્રદ્ધાળુ તો આત્મનાશને જાણતા છતાં નોંતરે છે, જ્યારે તામસી શ્રદ્ધાવાળા તો બિચારા અજાણ્યા છે. એટલે જાણ્યા પછી એવા લોકોને સુધરવાને જલદી અવકાશ છે. એ દૃષ્ટિએ જ મેં તને કહ્યું કે આ લોકો પ્રકૃતિ આગળ પરાધીન છે ! બે જાતના લોકો પ્રકૃતિપ્રેરાયેલા રહ્યા કરે છે ઃ (૧) જ્ઞાની વર્ગ, અને (૨) બીજા
આ અણસમજુ વર્ગ. જ્ઞાની વર્ગ તો આત્મા અને પ્રકૃતિ વચ્ચેનો ભેદ જાણી ગયેલ હોઈને એની પ્રકૃતિ મૌલિકપણું ધારણ કરીને એટલે કે નિર્મળ બનીને એને પ્રેરે છે.